Not Set/ કોરોના સંકટ વચ્ચે પુરીમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, મંદિર પરિસરને સેનેટાઇઝ કરાયો

કોરોના સંકટની વચ્ચે આજે વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ છે, પરંતુ સુપ્રીમ કોર્ટની તમામ સૂચનાઓનું આ યાત્રામાં પાલન કરવું પડશે, આપને જણાવી દઈએ કે રથયાત્રાનાં ઇતિહાસમાં પહેલી વાર 2500 વર્ષથી વધુ જૂની આ રથયાત્રામાં ભક્તોને ઘરોમાં કેદ કરવામાં આવ્યા તેવી સ્થિતિ ઉભી થઇ છે, રથયાત્રા પહેલા પુરીને બંધ કરી દેવામાં આવેલ છે, યાત્રાને […]

India
6f07fab6ef0006c14c8f51bb48e88b1d કોરોના સંકટ વચ્ચે પુરીમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, મંદિર પરિસરને સેનેટાઇઝ કરાયો
6f07fab6ef0006c14c8f51bb48e88b1d કોરોના સંકટ વચ્ચે પુરીમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, મંદિર પરિસરને સેનેટાઇઝ કરાયો

કોરોના સંકટની વચ્ચે આજે વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ છે, પરંતુ સુપ્રીમ કોર્ટની તમામ સૂચનાઓનું આ યાત્રામાં પાલન કરવું પડશે, આપને જણાવી દઈએ કે રથયાત્રાનાં ઇતિહાસમાં પહેલી વાર 2500 વર્ષથી વધુ જૂની આ રથયાત્રામાં ભક્તોને ઘરોમાં કેદ કરવામાં આવ્યા તેવી સ્થિતિ ઉભી થઇ છે, રથયાત્રા પહેલા પુરીને બંધ કરી દેવામાં આવેલ છે, યાત્રાને લગતી વિધિઓ આજે સવારથી જ શરૂ થઈ ગઈ છે, જ્યારે, ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રા મંદિર પરિસરમાં શરૂ કરી દેવામાં આવી.

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ હેઠળ, પુરીમાં સોમવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, જે બુધવારે બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે દરમિયાન કોઇને પણ ઘરની બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી નથી. દેશની સર્વોચ્ચ અદાલતે તે પણ કહ્યુ છે કે રથ યાત્રામાં 500 થી વધુ લોકો સામેલ થઇ શકશે નહી. ફક્ત મંદિરનાં સેવકો રથ ખેંચશે અને યાત્રામાં તે જ લોકોનો સમાવેશ થશે જે કોરોના નેગેટિવ હશે. નોંધપાત્ર વાત એ છે કે, ઓડિશામાં પુરી ઉપરાંત અનેક જગ્યાએ આ યાત્રાઓ યોજવામાં આવી છે, બીજી તરફ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રાને અનુમતિ આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોમવારે મોડીરાત સુધી સુનાવણી થઇ પરંતુ ગુજરાત સરકારની તરફેણમાં નિર્ણય આવ્યો નહીં, આપને જણાવી દઈએ કે, રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, તેથી આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

જે પછી આજે સીએમ વિજય રૂપાણીએ અમદાવાદનાં શ્રી જગન્નાથજી મંદિર પહોંચતી રથયાત્રામાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, હું મંદિરનાં ટ્રસ્ટીઓ અને મહંતોનો આભાર માનું છું જેમણે મંદિર પરિસરની અંદર રથયાત્રા કરવાનો નિર્ણય લીધો. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણી સાથે રથ દોર્યો, તે પહેલાં તેઓ આરતીમાં પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.