Not Set/ CAA નું સમર્થન બસપા ધારાસભ્યને પડ્યું ભારે, પાર્ટીમાંથી કરાઇ હકાલપટ્ટી

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ને ટેકો આપવો મધ્યપ્રદેશનાં બસપાનાં ધારાસભ્ય રમાબાઇ પરિહારને મોંઘો પડ્યો છે. રમાબાઈ મધ્ય પ્રદેશનાં પથેરીયા મત વિસ્તારનાં ધારાસભ્ય છે. તેમણે તાજેતરમાં સીએએને ટેકો આપ્યો હતો. જેને લઇને બસપા સુપ્રિમો માયાવતીએ ટ્વીટ કરીને કાર્યવાહીની જાણકારી આપી છે. વળી, રમાબાઈએ આ અંગે માફી પણ માંગી દીધી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, બસપા […]

Top Stories India
ramabai ahiravaar CAA નું સમર્થન બસપા ધારાસભ્યને પડ્યું ભારે, પાર્ટીમાંથી કરાઇ હકાલપટ્ટી

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ને ટેકો આપવો મધ્યપ્રદેશનાં બસપાનાં ધારાસભ્ય રમાબાઇ પરિહારને મોંઘો પડ્યો છે. રમાબાઈ મધ્ય પ્રદેશનાં પથેરીયા મત વિસ્તારનાં ધારાસભ્ય છે. તેમણે તાજેતરમાં સીએએને ટેકો આપ્યો હતો. જેને લઇને બસપા સુપ્રિમો માયાવતીએ ટ્વીટ કરીને કાર્યવાહીની જાણકારી આપી છે. વળી, રમાબાઈએ આ અંગે માફી પણ માંગી દીધી છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, બસપા એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને તેને તોડવા પર પાર્ટીનાં સાંસદ અને ધારાસભ્ય સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશનાં પથેરિયાનાં ધારાસભ્ય રમાબાઇ પરિહારને સીએએને ટેકો આપવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને પાર્ટીનાં કાર્યક્રમમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જ્યારે બસપાએ પહેલા તેનો વિરોધ કરતાં તેને વિવાદાસ્પદ અને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ, તેણે સંસદમાં પણ તેની વિરુદ્ધ મત આપ્યો. આ વાતથી જાણકાર હોવા છતા ધારાસભ્ય પરિહારે સીએએને ટેકો આપ્યો હતો. અગાઉ પણ તેમને ઘણી વાર પાર્ટી લાઇન પર ચાલવાની ચેતવણી આપવામાં આવી હતી.

બીજી તરફ ધારાસભ્ય રમાબાઈએ આ મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે, મેં જે કહ્યું તે સાચું હતું, જો બહેનજીને ખોટી લાગ્યુ તો હું તેની પાસે માફી માંગીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.