ગમખ્વાર અકસ્માત/ વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

રિક્ષામાં સવાર એક પરિવારના લોકોને અક્સ્માતમાં મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે.

Top Stories Gujarat Vadodara
અક્સ્માત
  • વડોદરા:કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત
  • અટલાદરા-પાદરા રોડ પર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત
  • ઘટના સ્થળે ત્રણના મોત, બેના હોસ્પિટલમાં મોત

ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા શહેરમાં એક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત ની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર, રિક્ષામાં સવાર એક પરિવારના લોકોને અક્સ્માત માં મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે.આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અટલાદરા-પાદરા રોડ પર એક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માત ના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માત ની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભયકર અક્સ્માતમાં 3ના મોત ઘટના સ્થળે જ થયા હતા. જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા.

આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. રિક્ષામાં સવારે પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોના નામ

  • અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ)
  • કાજલ અરવિંદ નાયક (25 વર્ષ)
  • શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ)
  • ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)
  • દ્રષ્ટિ અરવિંદ નાયક (6 વર્ષ)

આ પહેલા ગઈકાલે જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં 30 બાળકો હતા સવાર હતા. રાહતની વાત એ હતી કે આ અકસ્માત માં કોઈ જામહાનિ થઈ ન હતી. આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.

આ પણ વાંચો:ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ નથી

આ પણ વાંચો:ગુજરાતના આ ગામમાં દારૂ અને ગુટકા વેચતા પકડાયા તો ભરવો પડશે આટલો દંડ

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પરથી બિનવારસી સોનું મળી આવ્યું, કસ્ટમ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ

આ પણ વાંચો:અમદાવાદમાં રખડતા ઢોરે લીધો વધુ એક જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો