Not Set/ “મનપસંદ” જીમખાનામાંથી પકડાયો પત્તાનો ખેલ, 100થી વધી શકુનિઓ આવ્યા પોલીસની પકડમાં

જુગારીઓ માટે જેટલું સાંભળો તેટલું ઓછું છે. જુગારીઓને એક તક મળી જાય તો તેઓ જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ પત્તાનો ખેલ શરુ કરી દેતા હોય છે. થોડા દિવસો પહેલા મોરબીના એક ખાનગી હોસ્પિટલમાંથી જુગારધામ પકડાયું હતું. જેમાં ચાર આરોપીઓ પકડાયા હતા. ત્યારબાદ પંચમહાલ જિલ્લામાં ખાનગી ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પકડાયું હતું. જેમાંથી 25 […]

Ahmedabad Gujarat
IMG 20210705 WA0081 e1625506746607 "મનપસંદ" જીમખાનામાંથી પકડાયો પત્તાનો ખેલ, 100થી વધી શકુનિઓ આવ્યા પોલીસની પકડમાં

જુગારીઓ માટે જેટલું સાંભળો તેટલું ઓછું છે. જુગારીઓને એક તક મળી જાય તો તેઓ જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ પત્તાનો ખેલ શરુ કરી દેતા હોય છે. થોડા દિવસો પહેલા મોરબીના એક ખાનગી હોસ્પિટલમાંથી જુગારધામ પકડાયું હતું. જેમાં ચાર આરોપીઓ પકડાયા હતા. ત્યારબાદ પંચમહાલ જિલ્લામાં ખાનગી ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પકડાયું હતું. જેમાંથી 25 આરોપીઓ પેકી ઘણી મહિલાઓ પણ તેમાં સામેલ હતી તો બીજી તરફ તે જુગારધામમાં માતરના ધારાસભ્ય પણ પકડાયા હતા. ફાર્મમાંથી 9 જેટલી દારૂની બોટલો પણ મળી આવી હતી. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં હવે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી જુગાર ધામ પકડાયું છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 100થી વધુ જુગારીઓ સ્ટેટ વિજિલન્સના દરોડામાં પકડાયા છે.

ગુનાના સંદર્ભ વિશે વિસ્તૃતવાર માહિતી એવી છે કે , સોમવારની મોડી સાંજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાનામાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડયા હતા.જેમાં એક નહિ બે નહિ દસ નહિ કુલ 100થી પણ વધારે જુગારીઓ રંગેહાથે જુગાર રમતા પકડાયા હતા. આટલી મોટી સંખ્યામાં જયારે જુગારીઓ પકડાતા સમગ્ર વિસ્તારમાં પોલીસની ગાડીઓની લાઈન લાગી ગઈ હતી. જુગારધામનો મુખ્ય સુત્રચાર ગોવિદ પટેલ ઉર્ફે ગામાની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસ અત્યારે સમગ્ર મામલે તપાસ કરી છે. કેટલા રૂપિયાનો મુદામાલ પકડાયો છે તે હાલ જાણી શકાયું નથી. જોકે, તપાસ બાદ જ ખ્યાલ આવશે કે મુદ્દામાલમાં કુલ કેટલી રકમ ઝડપાઇ છે તેમજ કેટલા વાહન અને રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે.

પકડાયેલા આરોપીઓમાંથી કોઈ પોલિટિકલ પર્શન છે કે નહિ તે દિશા તરફ પણ પોલીસે તપાસ શરુ કરી છે.એટલુંજ નહિ જે ઇમારતમાંથી જુગારધામ પકડાયું છે ત્યાંથી કોઈ ગેરકાયદેસર હથિયાર કે દારૂની બોટલો છુપાવેલી છે કે નહિ તે અંગે પણ પોલીસ દ્વારા સમગ્ર ઇમારતની ચકાસણી કરીને પંચનામું કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દરિયાપુરના મનપસંદ જિમ ખાના જાણે જુગાર ધામ માટે હોટ સ્પોટ બની ગયું હોય તેમ ત્યાંથી વારંવાર જુગારીઓ પકડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આત્રીજી રેડ પડી હોવાની આસપાસના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આટલા મોટા પ્રમાણમાં જુગારધામ જયારે પકડાઈ છે ત્યારે ગોવિદ ઉફે ગામાની ઉપર રાજકીય અને પોલીસ વિભાગ માંથી કોનો સ્પોટ મળી રહ્યો છે ? તે સવાલ લોકોના મનમાં આવી રહ્યો છે. કોના બળ ઉપર આટલું મોટું જુગાર ધામ ગોવિદ ચલાવે છે અને વારંવાર રેડ પડયા પછી પણ તે જુગાર ધામ ફરીથી ધમધમતો થઇ જાય છે તે અંગે જો સાચી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને ગોવિદની પાછળ સપોર્ટ કરનાર વ્યક્તિ સુધી પોલીસ પહોંચીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો જ આ જુગારધામ કદાચ કાયમી ધોરણે બંધ થઇ શકે છે.