ગુજરાત/ વેસુના હાઈટેક એવન્યુમાં દેરાસરના ડિમોલિશન સમયે વિરોધ કરનારા લોકો સામે કેસ

એક્રેલિકથી આ દેરાસરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા આ ગેરકાયદેસર સ્ટ્રક્ચરને પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું.

Gujarat Surat
વેસુ

@અમિત રૂપાપરા 

સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં રાઇટીંગનો ગુનો દાખલ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હાઇટેક એવન્યુમાં ગેરકાયદેસર રીતે દેરાસર બનાવવા મામલે આ ગુનો દાખલ થયો છે. જીગ્નેશ માધવાણી દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હાઈટેક એવન્યુમાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકોએ સાથે મળીને સોસાયટીના અંદર દેરાસર ઊભું કરી દીધુ હતું અને આ બાબતે બે જૂથ વચ્ચે અગાઉ પણ ઘર્ષણ સર્જાયું હતું. એક્રેલિકથી આ દેરાસરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા આ ગેરકાયદેસર સ્ટ્રક્ચરને પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું.

Untitled 94 વેસુના હાઈટેક એવન્યુમાં દેરાસરના ડિમોલિશન સમયે વિરોધ કરનારા લોકો સામે કેસ

ત્યારબાદ કેટલાક લોકો દ્વારા સોસાયટીના સેક્રેટરી સાથે બીભત્સ વર્તન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે હાઈટેક એવન્યુમાં રહેતા જીગ્નેશ માધવાણી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જીગ્નેશ માધવાણી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સ્વાતિલ શાહ, અક્ષીત જૈન, જીગર, દર્શન, બીટ્ટુ, સંવેગ સહિત અન્ય પાંચ થી સાત જણાએ સાથે મળી સોસાયટીના સેક્રેટરી મનમોહન ભાઈ સાથે ધક્કા મૂકી કરી સોસાયટીમાં મંદિર કેમ બનાવવા દેતા નથી તેવું કહી તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

Untitled 95 વેસુના હાઈટેક એવન્યુમાં દેરાસરના ડિમોલિશન સમયે વિરોધ કરનારા લોકો સામે કેસ

ત્યારબાદ આ તમામ ઈસમ દ્વારા ફરિયાદીના ઘર અને તેમની કારને નુકસાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ફરિયાદી જીગ્નેશ માધવાણી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને વેસુ પોલીસે સમગ્ર મામલે રાયોટીંગનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા જ વેસુ વિસ્તારમાં આવેલા આ હાઈટેક એવન્યુમાં દેરાસર બનાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચેના ઘર્ષણના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ