બનાસકાંઠા/ દિયોદરમાં ફરી ધુણ્યું જ્ઞાતિ-જાતિનું ભૂત, શિક્ષકે વિદ્યાર્થીના વાલી સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

દિયોદરમાં શિક્ષણનાના ધામમાં નિર્દોષ બાળક પણ જાતિ અપમાનિત બાકાત રહેતો નથી. જ્યા શિક્ષાના ધામમાં વિદ્યા મેળવવા આવતા નિર્દોષ બાળકોને આવા તુંડ મિજાજી શિક્ષકો શિકાર બનવું પડે છે

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 17T184947.239 દિયોદરમાં ફરી ધુણ્યું જ્ઞાતિ-જાતિનું ભૂત, શિક્ષકે વિદ્યાર્થીના વાલી સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

@કિશોર નાયક

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને જાતિ અપમાનિત કરીને જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલતા વિદ્યાર્થીને લાગ્યું મોટું દુઃખ. સમગ્ર મામલે બાળકે મોડી રાત્ર સુઘી ગમગીન રહ્યું અને પિતાજી રાત્રી દરમિયાન ઘરે મોડા આવતા પિતા સહિત પરિવારજનોને ઘટનાની જાણ કરતા પરિવાર પણ ભારે વિમાસણમાં મુકાયો. જ્યાં વહેલી સવારે વિદ્યાર્થીના પિતા પહોચ્યા શાળાના શિક્ષક પાસે પહોંચી સમગ્ર ઘટનાની વાત કરતા શિક્ષકએ વાલી ની વાતને ઉડાઉ જવાબ સાથે  થયો વાણી વિલાસ.ચિંતામાં મુકાયેલા વાલીએ ત્રણ દિવસ અંતે મીડિયાનો સહારો લીધો.

શિક્ષણનાના ધામમાં નિર્દોષ બાળક પણ જાતિ અપમાનિત બાકાત રહેતો નથી. જ્યા શિક્ષાના ધામમાં વિદ્યા મેળવવા આવતા નિર્દોષ બાળકોને આવા તુંડ મિજાજી શિક્ષકો શિકાર બનવું પડે છે આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.દિયોદર તાલુકાના હરીપુરા પ્રાથમિક શાળા માં તારીખ 12/1/2024 ના રોજ શાળામાં વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ યોજાય છે.

જેમાં શાળાના વિધાર્થીઓએ અલગ અલગ વાનગી સ્પર્ધાઓમાં ભાગ લે છે જેમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતો હરિપુરા ગામનો આદિત્યગીરી સાથે અન્ય  વિદ્યાર્થીઓ એ પણ સ્પર્ધામાં ભાગ લે છે.જેમાં દૂધ સંજીવની થેલીઓ માંથી વાનગી બનાવતા  શાળાના જ શિક્ષક બાબુભાઈ પટેલે જે વિદ્યાર્થી ને જાતિ વિરૂદ્ધ અપમાનિત કરતા અપશબ્દો બોલતા વિદ્યાર્થી હેબતાઈ જાય છે.

જ્યાં વિદ્યાર્થી ના વાલીએ શાળાના આચાર્ય ને રજૂઆત કરવા જતાં શાળાના આચાર્ય સમગ્ર મામલો સાંભળ્યો હતો અને પછી વિદ્યાર્થી ના વાલીને જણાવ્યું કે એતો ખાલી હસવા પૂરતું  કહ્યું છે. જેવો કથિત વાણી વિલાસ કરી શાળાના આચાર્ય વાલીને સંતોષ કારક જવાબ ના આપી તગડી મૂક્યા હતા. આ અંગે નો કથિત વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ અંગે વિદ્યાર્થીના વાલીએ મીડિયાનો સહારો લીધો હતો જોકે આ અંગે મીડિયા દ્વારા.સમગ્ર મામલો જાણવાની કોશિશ કરતા ચોકવાનારી વિગતો સામે આવી છે .

જોકે સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો દિયોદર તાલુકાના હરીપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો જોકે આદિત્ય નામના વિદ્યાર્થીએ શાળામાં આવતાં સંજીવની દૂધ માંથી વાનગી બનાવી હતી જે બાબતે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ આદિત્ય નામના વિદ્યાર્થીને જાતિ વિરૂદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા આ બાબતે વાલીએ રજૂઆતો કરી પરંતુ કોઈ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ના આવતા અંતે વાલીએ મીડિયાનો સહારો લીધો.

જોકે આ સમગ્ર મામલે  શાળાના આચાર્ય એ પણ   કોઈપણ જાતી વિષે ના બોલવું જોઈએ. આજે શિક્ષક દ્વારા કહેવાયું હશે. વાલીએ અમોને જાણ કરી હતી. આ બાબતે શિક્ષકને જાણ કરી ઠપકો આપીશું.જોકે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ ની પણ  પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે. કે ગયા શુકરવારે હરિ પૂરા પ્રા શાળા ખાતે વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં

શાળાના ત્રણ ચાર વિદ્યાર્થિઓ સાથે આદિત્ય ગિરિ વિદ્યાર્થીઓ સાથે પંદરેક દૂધ સંજીવની ની થેલીઓ તોડી વાનગીઓ બનાવતા મે અટકાવ્યા હતા. શાળા માં વાનગી સ્પર્ધા માં ઘરેથી સામગ્રી લાવવી જોઇએ.શાળામાં બીજા વિઘાર્થીઓ માટે દુધ સંજીવની થેલીઓ ની જરુંર પડે મફત દૂધ નો ઉપયોગ ના કરાય કોઈ જાતિ વિરૂદ્ધ વિદ્યાર્થી ને બોલ્યાં નથી.

સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો માત્ર દૂધ સંજીવની થેલી ના દૂધ માંથી વાનગી સ્પર્ધા માં ભાગ લેતા વિદ્યાર્થી સામે શું અપશબ્દો ઉચ્ચારવા એ કોઇ વ્યાજબી કેહવાય જેને લઇ વાલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને રજૂઆત સંભાળવા માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ