પશ્વિમ બંગાળ/ બીરભૂમ કેસ મામલે CBIએ મુંબઇથી ચાર સંદિગ્ધની કરી ધરપકડ

બીરભૂમ જિલ્લામાં આઠ લોકોને જીવતા સળગાવવાના સંબંધમાં પ્રથમ ધરપકડ કરીને, સીબીઆઈએ ગુરુવારે મુંબઈમાં છુપાયેલા ચાર શકમંદોને ઝડપી લીધા હતા

Top Stories India
4 16 બીરભૂમ કેસ મામલે CBIએ મુંબઇથી ચાર સંદિગ્ધની કરી ધરપકડ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આઠ લોકોને જીવતા સળગાવવાના સંબંધમાં પ્રથમ ધરપકડ કરીને, સીબીઆઈએ ગુરુવારે મુંબઈમાં છુપાયેલા ચાર શકમંદોને ઝડપી લીધા હતા. 21 માર્ચે બનેલી ઘટના બાદ તરત જ ચારેય બોગાતુઈ ગામથી મુંબઈ ભાગી ગયા હતા.

ધરપકડ કરાયેલા લોકોમાં બાપ્પા અને શબુ શેખનો સમાવેશ થાય છે, જે બંનેના નામ પણ એફઆઈઆરમાં છે. સીબીઆઈ તેમને મુંબઈ કોર્ટમાં રજૂ કરશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગશે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના પંચાયત નેતા ભાદુ શેખનો મૃતદેહ મળ્યા બાદ કેટલાક લોકોએ ઘરમાં ઘુસીને આ આઠ લોકો પર હુમલો કર્યા બાદ તેમને આગ ચાંપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ રાજ્ય સરકારે એસઆઇટીને સોંપી હતી પરતું કોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. સીબીઆઇએ તપાસનો ધમધમાટ  બોલાવી દીધો છે. આ કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.