Not Set/ નેપાળનાં જનકપુરમાં ધામધૂમથી ચાલી રહી છે વિવાહ પંચમીની ઉજવણી, યોગી આપશે હાજરી

નેપાળમાં દર વર્ષે ‘વિવાહ પંચમી’ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન રામ અને સીતાનાં લગ્ન થાય છે. નેપાળનાં જનકપુર વિસ્તારમાં મિથિલાંચલમાં આ લગ્નની ઉજવણી ચાલી રહી  છે. આ જશ્નમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેવાનાં છે. વિવાહ પંચમીનો ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. જેમાં હજારો લોકો ‘બારાતી’ તરીકે હાજર થાય છે. આ વિવાહ પંચમીનો […]

World
jai siya ram cover 154434 નેપાળનાં જનકપુરમાં ધામધૂમથી ચાલી રહી છે વિવાહ પંચમીની ઉજવણી, યોગી આપશે હાજરી

નેપાળમાં દર વર્ષે ‘વિવાહ પંચમી’ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન રામ અને સીતાનાં લગ્ન થાય છે. નેપાળનાં જનકપુર વિસ્તારમાં મિથિલાંચલમાં આ લગ્નની ઉજવણી ચાલી રહી  છે. આ જશ્નમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેવાનાં છે.

વિવાહ પંચમીનો ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. જેમાં હજારો લોકો ‘બારાતી’ તરીકે હાજર થાય છે. આ વિવાહ પંચમીનો ઉત્સવ, 7 ડીસેમ્બરથી 13 ડીસેમ્બર સુધી ચાલશે.

NPIC 2018121084811 નેપાળનાં જનકપુરમાં ધામધૂમથી ચાલી રહી છે વિવાહ પંચમીની ઉજવણી, યોગી આપશે હાજરી
Celebrations of Vivah Panchami begin in Janakpur, Yogi will attend the ceremony

 

આ સેરેમનીનાં પહેલાં દિવસે જનકપુર નગર દર્શન હોય છે. જયારે બીજો ફુલવારી લીલા તરીકે ઉજવાય છે. આ ઉત્સવનાં ત્રીજા દિવસે ધનુષ યજ્ઞ થાય છે. ચોથા દિવસે તીલકોત્સ્વ થાય છે અને પાંચમો દિવસ મટકોર તરીકે ઉજવાય છે, છઠ્ઠા દિવસે સગાઈ અને લગ્નની વિધિ થાય છે.

આવતીકાલે બુધવારે સ્વયંવર યોજાશે જેમાં ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યનાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ નેપાળનાં નેતાઓ સાથે હાજર રહેશે.

janki temple નેપાળનાં જનકપુરમાં ધામધૂમથી ચાલી રહી છે વિવાહ પંચમીની ઉજવણી, યોગી આપશે હાજરી
Celebrations of Vivah Panchami begin in Janakpur, Yogi will attend the ceremony

વર્ષ ૧૯૧૦માં જનકપુરમાં  માતા સીતાને સમર્પિત જાનકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ૫૦ મીટર ઊંચું છે અને ૪૮૬૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. જાનકી મંદિરનું નિર્માણ પથ્થર અને માર્બલથી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતાઓ અનુસાર માતા સીતાનો જન્મ નેપાળમાં જનકપુરમાં થયો હતો.