Jo Lindner death/  સેલિબ્રિટી બોડીબિલ્ડરનું 30 વર્ષની ઉંમરે મોત, આ ગંભીર બીમારીને કારણે થયું મૃત્યુ, સાઉથની ફિલ્મમાં કર્યું હતું કામ 

14 જાન્યુઆરી 1993ના રોજ જર્મનીમાં જન્મેલા જો લિન્ડનરનું ગંભીર બીમારીને કારણે અવસાન થયું. આ દુઃખદ સમાચાર સાંભળીને તેના ચાહકો આઘાતમાં છે.

Trending Sports
4 46  સેલિબ્રિટી બોડીબિલ્ડરનું 30 વર્ષની ઉંમરે મોત, આ ગંભીર બીમારીને કારણે થયું મૃત્યુ, સાઉથની ફિલ્મમાં કર્યું હતું કામ 

જર્મન બોડી બિલ્ડર અને પ્રખ્યાત યુટ્યુબ સ્ટાર જો લિન્ડનરનું 30 વર્ષની વયે અવસાન થયું. લિંડનરના મૃત્યુ બાદ તેના લાખો ચાહકો આઘાતમાં છે. તેમના નજીકના મિત્રો અને ગર્લફ્રેન્ડે આ દુઃખદ સમાચાર વિશે માહિતી આપતા લિંડનરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેના નજીકના મિત્ર નોએલ ડેઝેલે કહ્યું, ‘તમારી આત્માને શાંતિ મળે જો’. હું હજી પણ તમારા જવાબની રાહમાં મારો ફોન ચેક કરું છું જેથી આપણે જીમમાં મળી શકીએ. YouTube બોડીબિલ્ડર સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર હતો. ઈન્સ્ટા પર તેની ઓળખ જોસ્થેટિક્સ નામથી થઈ હતી. હવે લોકો તેમની છેલ્લી પોસ્ટ પર તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જીવલેણ રોગથી થયું મૃત્યુ

જો લિન્ડનરની ગર્લફ્રેન્ડના જણાવ્યા અનુસાર, બોડી બિલ્ડર જોનું મૃત્યુ એન્યુરિઝમ નામની ખૂબ જ ખતરનાક બીમારીને કારણે થયું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેને યાદ કરતાં જોની ગર્લફ્રેન્ડે લખ્યું, ‘જૉ દરેક માટે ખૂબ જ સારો હતો. એન્યુરિઝમને કારણે તેનું અવસાન થયું, હું તેની સાથે રૂમમાં હતી. તેણે મારા ગળામાં હાર પહેરાવ્યો જે તેને મારા માટે બનાવેલો હતો. અમે ભાવુક હતા. ભવિષ્યમાં આવું થશે એવું કોઈએ વિચાર્યું ન હતું. તેની ગર્લફ્રેન્ડ પણ એક બોડીબિલ્ડર પણ છે, તે ઘણી વખત તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર ફિટનેસ માટેનો તેમનો સહિયારો જુસ્સો દર્શાવે છે. તેણે એમ પણ કહ્યું કે જૉ ખૂબ જ બુદ્ધિશાળી અને વફાદાર હતો.

તે જ સમયે, સાથી બોડી બિલ્ડર જોસેફ શુલ્કીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સમુદાયમાં તેની લોકપ્રિયતા અને વ્યાપક પ્રભાવનો ઉલ્લેખ કરતા શ્રદ્ધાંજલિ આપી હતી , બોડીબિલ્ડર કોમ્યુનીટીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જોસેફે તેમને પ્રેરણાદાયી ઊર્જા અને દયાળુ આત્માના માણસ તરીકે યાદ કર્યા.

બીજી તરફ, ‘જો’ના ખાસ મિત્ર નોએલે તેના ટ્વીટમાં લખ્યું- ‘હું ભાંગી ગયો છું ભાઈ, તમે અમારા માટે તમારા હાથ ખોલ્યા હતા, તમે અમને લાઈફ અને સોશિયલ મીડિયા વિશે ઘણું કહ્યું. દરેક વ્યક્તિ પ્રત્યે તમારી ઉદારતા, ખાસ કરીને મારા માટે, હંમેશા મારી સાથે રહેશે. નોએલે લોકોને જૉના દુઃખી પ્રિયજનો માટે પણ પ્રાર્થના કરવા વિનંતી કરી.

સાઉથની ફિલ્મમાં કર્યું હતું કામ 

જો ના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાતા જ બોડીબિલ્ડિંગ સમુદાય શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે લિંડનરે અભિનેત્રી રશ્મિકા મંદન્નાની ફિલ્મ પોગારુમાં પણ કામ કર્યું હતું. આ દુઃખદ સમાચાર પછી, જોના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેની ગોપનીયતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. તેમના ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. મોટાભાગના લોકો  લખી રહ્યા છે લિંડનર, તમારો આત્મા હંમેશા લોકોને પ્રેરણા આપશે.

આ પણ વાંચો:Dilano van ‘t Hoff passes away/સ્પોર્ટ્સ જગતમાં ફરી એક મોટો ઝટકો, કાર અકસ્માતમાં આ સ્ટાર ખેલાડીનું થયું મોત

આ પણ વાંચો:PAK Player Suicide/પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ લાકડા કાપવાના મશીન વડે કરી આત્મહત્યા, રમત જગતમાં શોક

આ પણ વાંચો:Team India Sponsor/ITC થી ડ્રીમ 11 સુધી, અહીં BCCIના જર્સી સ્પોન્સર્સ છે; જાણો કોનાથી કેટલો ફાયદો થયો ?

આ પણ વાંચો:ODI World Cup 2023/વેસ્ટ ઈન્ડિઝની ટીમનું શરમથી ઝુકી ગયું માથું, ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપ નહીં રમી શકે