Arrested/ ચીની સૈનિકે કરી ભારતીય સીમામાં એન્ટ્રી, ભારતીય સેનાએ કરી ધરપકડ

ભારતીય સેનાએ એલએસીને પાર કરી અને ભારતીય સરહદમાં એક ચીની સૈનિકની ધરપકડ કરી છે…

India
Makar 81 ચીની સૈનિકે કરી ભારતીય સીમામાં એન્ટ્રી, ભારતીય સેનાએ કરી ધરપકડ

ભારતીય સેનાએ એલએસીને પાર કરી અને ભારતીય સરહદમાં એક ચીની સૈનિકની ધરપકડ કરી છે. પીએલએનો આ સૈનિક 8 મી જાન્યુઆરીએ સવારે પૈગાંગ ત્સો તળાવની દક્ષિણમાં ભારતીય સરહદમાં મળી આવ્યો હતો, ત્યારબાદ ભારતીય સૈન્યએ તેને કબજામાં લીધો હતો.

સૈન્યએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, 8 જાન્યુઆરી 2021 ની સવારે, પૈંગાંગ ત્સો તળાવની દક્ષિણમાં લદાખમાં એલએસીની ભારતીય સરહદમાં એક ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. પીએલએનાં સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ ત્યાં સ્થિત ભારતીય સૈનિકોએ તેની અટકાયત કરી હતી. સૈન્ય અધિકારીઓ ચીની સૈનિકની પૂછપરછ કરી રહ્યા છે. ગયા વર્ષે ચીન સાથે થયેલા ઘર્ષણ અને ચીન એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા બાદ ભારતે એલએસી પર પણ મોટી માત્રામાં સૈન્ય તૈનાત કર્યા છે. એલએસી પરની આ કડકડતી ઠંડીમાં બંને દેશોનાં સૈનિકો સ્થિર છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર આ સૈનિકો માર્ગથી ભટકી જાય છે અને બીજી સરહદ પર પહોંચે છે. જે બાદ આ સૈનિકોની પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછથી સંતુષ્ટ થયા પછી, અધિકારીઓ તેમને પાછા બીજા દેશની સેનામાં સોંપે છે.

ભારતીય સેના શુક્રવારે પકડાયેલા સૈનિકની પૂછપરછ કરી રહી છે. સેનાએ કહ્યું છે કે, પીએલએ સૈનિકનો કેસ નિર્ધારિત કાર્યવાહી અને સંજોગો મુજબ ઉકેલી લેવામાં આવી રહ્યો છે. સૈનિકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે ભારતની સરહદમાં કયા સંજોગોમાં પ્રવેશ્યો. તપાસ પુરી થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જો તપાસમાં બધુ બરાબર છે, તો ચિની સૈનિકોને શનિવાર અથવા રવિવારે એલએસીની પાર પીએલએ સોંપવામાં આવી શકે છે.

OMG! / આ છે દુનિયાની બરફથી બનેલી હોટલ, અંદરનો નજારો જોઇને કહેશો જન્…

Bhopal / મધ્યપ્રદેશમાં કોવેક્સિન રસીથી એક વોલન્ટિયરનું થયું મોત, સમગ્…

Covid-19 / વૈશ્વિક કકડાટ વચ્ચે ભારતમાં ધીમો પણ મક્કમતા સાથે કોરોના કાબૂ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો