ગુજરાત/ ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

અત્યારે કાળઝાળ ગરમીમાં પણ ગાંધીનગરમાં બીમારીનો આતંક જોવા મળ્યો. ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 06 01T165008.491 ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

ગાંધીનગર : અત્યારે કાળઝાળ ગરમીમાં પણ ગાંધીનગરમાં બીમારીનો આતંક જોવા મળ્યો. ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું. શહેરમાં ગત ડિસેમ્બરમાં કોલેરાના કેસ જોવા મળ્યા હતા. જેના બાદ આગઝરતી ગરમીમાં ગાંધીનગર જીલ્લા અને તેની આસપાસના ગામોમાં કોલેરાની બીમારીના કેસો સામે આવતા તંત્રને ચિંતા પેઠી. આરોગ્ય વિભાગ એલર્ટ થતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુરમાં જાહેરનામું બહાર પાડ્યું. ગરમીમાં કોલેરાની બીમારીના કેસ લઈને પ્રાથમિક તારણ કઢાયુ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરના દુષિત પાણી ઘુસી જતા આ બીમારી ફેલાઈ છે.

TV 4467726 gandhiangr jilla ma Ge Me 182 gan 1.png?X Goog Algorithm=GOOG4 RSA SHA256&X Goog Credential=sa app prd moderation file18%40prj prod srv file18f0.iam.gserviceaccount ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

ડિસેમ્બર મહિનાની ઠંડીમાં કોલેરાની બીમારીએ પ્રવેશ કર્યો હતો જેના 5 મહિનાના સમયગાળા બાદ ફરી કોલેરાની ગંભીર બીમારીએ ઉથલો માર્યો છે. કોલેરાએ ઉથલો મારતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાંરૂપે જાહેરનામું બહાર પાડતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા. ગાંધીનગર ઉપરાંત શિહોલી મોટી વિસ્તાર,કલોલના રામદેવપુરા, પેથાપુરના વણકરવાસમાં પણ મોટી સંખ્યામાં કોલેરાના કેસ જોવા મળ્યા. જણાવી દઈકે કોલેરા બીમારી પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાકથી થાય છે. કોલેરા પાણીને લગતો રોગ ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને જ્યાં વધુ પડતી ભીડ અને મેળવાડા હોય ત્યાં આ રોગનું ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. આથી આ રોગને ફેલાતો અટકાવવા સ્વચ્છતાની સાથે વધુને વધુ લોકો ભેગા ના થાય તે પણ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના