Not Set/ ઓવૈસીનો કેદ્ર સરકાર પર કટાક્ષ, ધર્મનિરપેક્ષ પક્ષોએ હિન્દુત્વ વિરુદ્ધ ઉભુ થવુ પડશે અને BJP ને…

  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) પાર્ટીનાં હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર દ્વારા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બિનસાંપ્રદાયિક પક્ષોએ હિન્દુત્વની સામે ઉભા રહેવું પડશે અને ભાજપની રણનીતિને સક્રિય રીતે પડકારવી પડશે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, ‘સેક્યુલર પક્ષો એક તરફ મુસ્લિમ વિરોધી હોદ્દો નહીં લઈ શકે […]

India
26f9ba58cec518e3646e80ad8d850f00 1 ઓવૈસીનો કેદ્ર સરકાર પર કટાક્ષ, ધર્મનિરપેક્ષ પક્ષોએ હિન્દુત્વ વિરુદ્ધ ઉભુ થવુ પડશે અને BJP ને...
 

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) પાર્ટીનાં હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર દ્વારા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બિનસાંપ્રદાયિક પક્ષોએ હિન્દુત્વની સામે ઉભા રહેવું પડશે અને ભાજપની રણનીતિને સક્રિય રીતે પડકારવી પડશે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, સેક્યુલર પક્ષો એક તરફ મુસ્લિમ વિરોધી હોદ્દો નહીં લઈ શકે અને બીજી તરફ તેમના પ્રત્યે અમારી નિષ્પક્ષ વફાદારીની અપેક્ષા રાખે છે. તેઓએ હિન્દુત્વની સામે ઉભા થવુ પડશે અને ભાજપની વ્યૂહરચનાને સક્રિયપણે પડકારવું પડશે. ધર્મનિરપેક્ષ પક્ષોની બૌદ્ધિક અપ્રમાણિકતા માત્ર હિન્દુત્વને મજબૂત બનાવશે.‘ આ અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ દેશમાં કથિત ગૌ રક્ષકો દ્વારા કરવામાં આવતા હુમલા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, ગૌ રક્ષકોનો આતંક મુસ્લિમોને જીવનો ખતરો અનુભવવા માટે દબાણ કરી રહ્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્રનાં મંત્રીઓએ જેમણે આ પ્રકારનાં હુમલાઓ કર્યા છે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા હરિયાણાનાં ગુરુગ્રામમાં માંસ લઈ જતા એક વ્યક્તિને કથિત ગૌ રક્ષકોએ ખરાબ રીતે માર માર્યો હતો. માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. આ ઘટના અંગે ઓવૈસીએ કેન્દ્ર પર હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.