Not Set/ 30થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફિસમાં કોવિડ-કો ઓર્ડીનેટરની નિમણૂક ફરજીયાત

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જઈ  રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા અનલોક ની પરિસ્થિતિમાં કોરોના સામે લડવા માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી 30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર રાખવો પડશે. જે ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે. […]

Ahmedabad Gujarat
abf92c295f1dc58ff5317702bf8c2354 30થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફિસમાં કોવિડ-કો ઓર્ડીનેટરની નિમણૂક ફરજીયાત
abf92c295f1dc58ff5317702bf8c2354 30થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફિસમાં કોવિડ-કો ઓર્ડીનેટરની નિમણૂક ફરજીયાત 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જઈ  રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા અનલોક ની પરિસ્થિતિમાં કોરોના સામે લડવા માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી 30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર રાખવો પડશે. જે ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.

આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એએમસીના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં સંસ્થાકીય અને લોક ભાગીદારી નક્કી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.

AMCએ કરેલા મહત્વના નિર્ણયો

શહેરના તમામ મોટા (30થી વધુ લોકો કામ કરતા હોય તેવા) એકમો/કચેરીઓ/સંસ્થાઓના માલિક/સંચાલકે એક કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવાની રહેશે અને તેની જાણ કોર્પોરેશનના સંબંધિત ઝોનને કરવાની રહેશે.

નિયુક્ત થયેલા કોવિડ કો-ઓર્ડિનેટર જે તે એકમ/કચેરી/સંસ્થામાં કોવિડ કેર અંગેની જરૂરી કાળજી માટે તેમજ સામાજીક અંતરનું ચુસ્ત પણે પાલન થાય તે માટે જવાબદાર રહેશે. 30થી ઓછા લોકો કામ કરતા હશે તેવા એકમોમાં આ નિયમ લાગૂ પડશે નહીં.

કોવિડ કો-ઓર્ડિનેટરની જે તે એકમ/કચેરી/સંસ્થામાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.

જે તે એકમ/સંસ્થા/કચેરીમાં આવતા દરેક કર્મચારી/કામદાર તથા મુલાકાતીએ ફેસ માસ્ક પહેરવું, થર્મલ ગનથી તાપમાન માવું અને હેન્ડ સેનેટાઇઝ થાય ત્યારબાદ પ્રવેશ આપવો

જો કોઈપણ કર્મચારી/કામદાર કે મુલાકાતીમાં તાવ, શરદી, ઉઘરસ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જણાય તો તેને પ્રવેશ આપવો નહીં. આવા કર્મચારીનો કોવિડ-19 ટેસ્ટ કરાવવો. જો કોઈ પોઝિટિવ આવે તો પાલિકાની કચેરીએ જાણ કરવી.

જો કોઈ સંસ્થામાં કે એકમમાં કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો તેના છેલ્લા 14 દિવસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની જવાબદારી કોવિડ કો-ઓર્ડિનેટરની રહેશે. તેણે આ અંગે સંબંધિત ઝોનલ ઓફિસમાં જાણ કરવાની રહેશે.

કોવિડ કો-ઓર્ડિનેટર દ્વારા જે તે સંસ્થામાં કોરોનાને અટકાવવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવે છે, તેનો પખવાડિક એહેવાલ નક્કી કરેલા સ્વરૂપે સંબંધિત ઝોનલ કચેરીમાં મોકલી આપવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.