Not Set/ નાઓમી ઓસાકાએ યુએસ ઓપન 2020 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો

  કોરોનાકાળમાં શનિવારે યુએસ ઓપન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મુકાબલો રમાયો હતો. જાપાનની નાઓમી ઓસાકાએ અંતિમ મેચમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપનનો ખિતાબ મેળવ્યો છે. આ એકંદરે ઓસાકાનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. યુએસ ઓપન મહિલા સિંગલ્સની આ ફાઇનલ યુએસટીએ બિલી જીન્સ કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં રમવામાં […]

Sports
0a93ee64cea0c651c7e816c832dc2d01 નાઓમી ઓસાકાએ યુએસ ઓપન 2020 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો
 

કોરોનાકાળમાં શનિવારે યુએસ ઓપન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મુકાબલો રમાયો હતો. જાપાનની નાઓમી ઓસાકાએ અંતિમ મેચમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપનનો ખિતાબ મેળવ્યો છે. આ એકંદરે ઓસાકાનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.

યુએસ ઓપન મહિલા સિંગલ્સની આ ફાઇનલ યુએસટીએ બિલી જીન્સ કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં રમવામાં આવી હતી જ્યાં નાઓમીએ પહેલા સેટમાં પાછળ પડ્યા બાદ પણ ખિતાબી રેસમાં પોતાને જાળવી રાખી હતી.

ફાઇનલમાં હારનો સ્વાદ ચાંખેલી અઝારેન્કા માટે આ નિરાશાજનક પરાજય હતો, કારણ કે, તે ત્રીજીવાર આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ એક વાર પણ તે જીતી શકી નહોતી. આ અગાઉ, 2012 અને 2013 માં તે દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સ સામે હારી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.