શ્રદ્ધાંજલિ/ શેન વોર્ન ઈંગ્લેન્ડનો કોચ હોત તો..રિકી પોન્ટિંગે આપ્યું દિવંગત ક્રિકેટરની ‘અંતિમ ઈચ્છા’ પર મોટું નિવેદન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે જો તે ઈંગ્લેન્ડનો કોચ હોત, તો તેમણે તેની રમતના અપાર જ્ઞાનને કારણે તેની ભૂમિકા શાનદાર રીતે નિભાવી હોત

Top Stories Sports
11 7 શેન વોર્ન ઈંગ્લેન્ડનો કોચ હોત તો..રિકી પોન્ટિંગે આપ્યું દિવંગત ક્રિકેટરની 'અંતિમ ઈચ્છા' પર મોટું નિવેદન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે જો તે ઈંગ્લેન્ડનો કોચ હોત, તો તેમણે તેની રમતના અપાર જ્ઞાનને કારણે તેની ભૂમિકા શાનદાર રીતે નિભાવી હોત.

2021ની એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની 4-0થી જીત બાદ ઈંગ્લેન્ડે મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને બરતરફ કર્યા હતા. શેન વોર્ને થાઈલેન્ડમાં તેમના આકસ્મિક નિધનના થોડા અઠવાડિયા પહેલા ઈંગ્લેન્ડના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે તેની ઈચ્છા તેના મિત્રોને પણ જણાવી હતી.

રિકી પોન્ટિંગે ‘ધ આઈસીસી રિવ્યૂ’માં સાથી પ્રસારણકર્તા ઈશા ગુહાને કહ્યું, તેમનો (શેન વોર્નનો) જુસ્સો અને રમતનું જ્ઞાન અદ્ભુત હતું. તેનામાં એક મહાન કોચ બનવાના તમામ ગુણો હતા. જો વોર્ન જેવો કોઈ વ્યક્તિ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયો હોત તો મને લાગે છે કે તેણે શાનદાર કામ કર્યું હોત.

તેણે વધુમાં કહ્યું કે, આ રમત જગત માટે મોટું નુકસાન છે. ભલે તેણે કોઈ કોચિંગ કર્યું હોય અથવા તો તે જે રીતે વાત કરતો હતો, જે વસ્તુઓ તે તેની કોમેન્ટ્રી દ્વારા અમને કહેતો હતો, મને લાગે છે કે આપણે બધા તેને યાદ કરીશું.

ગુહાએ પોતે અગાઉ કહ્યું હતું કે શેન વોર્ને તેની સાથેની વાતચીતમાં ઈંગ્લેન્ડના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે મૃત્યુના લગભગ એક અઠવાડિયા પહેલા શેન વોર્ને જાહેરમાં ઈંગ્લેન્ડના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના નજીકના મિત્રો અને ચાહકો તેને વોર્નની અંતિમ ઈચ્છા ગણાવી રહ્યા છે.