Not Set/ સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે બે કોલ સેન્ટર ચાલકોની ધરપકડ કરી…

આમ તો સાબરમતી રિવરફ્રન્ટ  પર લોકો હરવા-ફરવા આવતા હોય છે. કોલેજના કે સ્કૂલનાં સમયે તો પ્રેમી પંખીડાઓ પણ આવતા નજરે પડે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. અને અહીં કોલ સેન્ટરનાં ગોરખધંધા પણ ચાલતા હોવાથી સાબરમતી રિવરફ્રન્ટના મેદાનમાંથી પોલીસે એવા બે લોકોની ધરપકડ કરી છે. વાત […]

Ahmedabad Gujarat
2bfb0f802d780d10863067137e196a6b સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે બે કોલ સેન્ટર ચાલકોની ધરપકડ કરી...
2bfb0f802d780d10863067137e196a6b સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે બે કોલ સેન્ટર ચાલકોની ધરપકડ કરી...

આમ તો સાબરમતી રિવરફ્રન્ટ  પર લોકો હરવા-ફરવા આવતા હોય છે. કોલેજના કે સ્કૂલનાં સમયે તો પ્રેમી પંખીડાઓ પણ આવતા નજરે પડે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. અને અહીં કોલ સેન્ટરનાં ગોરખધંધા પણ ચાલતા હોવાથી સાબરમતી રિવરફ્રન્ટના મેદાનમાંથી પોલીસે એવા બે લોકોની ધરપકડ કરી છે.

વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં રિવરફ્રન્ટ દીવાલ પાસે બે શખ્સો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં કંઈ કામકાજ કરતા હતા. આ બંને શખસોની કામગીરી શંકાસ્પદ લાગતા પોલીસ ત્યાં પહોંચી હતી. રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચન નામના બે લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

આ બંને લોકો લેપટોપમાં પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલ કરી દેશના નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે બંનેની અટકાયત કરી હતી. આ બંનેના લેપટોપમાં કુલ 34 જેટલા આઈકોન તથા ફાઈલ દેખાતી હતી અને 16 જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews