Not Set/ કૌભાંડ/ LG અને શારદાબેન હોસ્પિટલમાં PPE કિટ કૌભાંડ, ઘટસ્ફોટ થતાં મચી ચકચાર

  અમદાવાદની સરકારી હોસ્પિટલો ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. અને એક બાદ એક અમદાવાદની સરકારી હોસ્પિટલોમાંથી કૌભાંડ આચરવામાં આવતાં હોવાના ખુલાસા થઈ રહ્યા છે. અમદાવાદની એલજી અને શારદાબેન હોસ્પિટલ દ્વારા પીપીઈ કિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા પામી છે. જો કે, બંને હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ પોતાના બચાવ કરતાં કોઈ કૌભાંડ ન થયું હોવાનું […]

Ahmedabad Gujarat
cc4ffa0c8be71f97a8d30bea2f84d15e કૌભાંડ/ LG અને શારદાબેન હોસ્પિટલમાં PPE કિટ કૌભાંડ, ઘટસ્ફોટ થતાં મચી ચકચાર
cc4ffa0c8be71f97a8d30bea2f84d15e કૌભાંડ/ LG અને શારદાબેન હોસ્પિટલમાં PPE કિટ કૌભાંડ, ઘટસ્ફોટ થતાં મચી ચકચાર 

અમદાવાદની સરકારી હોસ્પિટલો ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. અને એક બાદ એક અમદાવાદની સરકારી હોસ્પિટલોમાંથી કૌભાંડ આચરવામાં આવતાં હોવાના ખુલાસા થઈ રહ્યા છે. અમદાવાદની એલજી અને શારદાબેન હોસ્પિટલ દ્વારા પીપીઈ કિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા પામી છે.

જો કે, બંને હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ પોતાના બચાવ કરતાં કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવી રહ્યા છે. AMCની બે નોન કોવિડ હોસ્પિટલ એલજી અને શારદાબેન હોસ્પિટલમાં PPE કિટ કૌભાંડ આચરવામાં આવ્યું che.  એલજી હોસ્પિટલે બે જ દિવસમાં રૂ. 8 લાખથી વધુ કિંમતની PPE કિટ ખરીદી હતી. જ્યારે AMC દ્વારા PPE કિટ જથ્થો આપ્યો હોવા છતા ઊંચા ભાવે હોસ્પિટલ તંત્ર દ્વારા પીપીઈ કિટ ખરીદવામાં આવી હતી. રૂ. 630 અને રૂ 792ના ભાવે 600થી વધુ કિટ ખરીદવામાં આવી હતી.

જ્યારે શારદાબેન હોસ્પિટલમાં એક જ મહિનામાં રૂ. 25 લાખની PPE કિટ ખરીદવામાં આવી હતી. સમગ્ર કૌભાંડ મામલે એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ પોતાનો લુલો બચાવ કરતાં જણાવ્યું કે, પીપીઈ કિટ બાબતે કોઈ કૌભાંડ થયું નથી. અને કોઈ ઊંચા ભાવે પીપીઈ કિટની ખરીદી કરવામાં આવી નથી. કોવિડ મહામારી હોવાથી ડોકટરો સંક્રમિત ન થાય તે માટે AMCના નિયમ મુજબ જ ખરીદી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.