Not Set/ હાથરસ પહોંચેલા સાંસદ સંજય સિંહ પર ફેંકાઈ શાહી, AAPના કાર્યકર્તાઓ પર પણ કરાયો લાઠીચાર્જ

હાથરસ ગેંગરેપ પીડિતના પરિવારની મુલાકાત કરવા ગયેલા આમ આદમી પાર્ટી (આપ) ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી  અને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ શાહી ફેંકી હતી તેનું નામ દીપક શર્મા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંજય સિંહ પી.એફ.આઈ.ની દલાલી માટે હાથરસ પહોંચ્યા છે. દિપક શર્માને કસ્ટડીમાં લેવામાં […]

Uncategorized
102c0dfee3b2cce630addec4a39b8e32 2 હાથરસ પહોંચેલા સાંસદ સંજય સિંહ પર ફેંકાઈ શાહી, AAPના કાર્યકર્તાઓ પર પણ કરાયો લાઠીચાર્જ
102c0dfee3b2cce630addec4a39b8e32 2 હાથરસ પહોંચેલા સાંસદ સંજય સિંહ પર ફેંકાઈ શાહી, AAPના કાર્યકર્તાઓ પર પણ કરાયો લાઠીચાર્જ

હાથરસ ગેંગરેપ પીડિતના પરિવારની મુલાકાત કરવા ગયેલા આમ આદમી પાર્ટી (આપ) ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી  અને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ શાહી ફેંકી હતી તેનું નામ દીપક શર્મા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંજય સિંહ પી.એફ.આઈ.ની દલાલી માટે હાથરસ પહોંચ્યા છે. દિપક શર્માને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે જ સમયે, ‘આપ’ કાર્યકરોના રોષ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. શાહી ફેંકવા બદલ આપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે.

આપને  જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ હવે હાથરસમાં નેતાઓનો જુડ ઉમડી રહ્યું છે. દરેક પક્ષના નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. સોમવારે આપના નેતા સંજય સિંહ પણ ગેંગરેપ પીડિત પરિવારને મળવા માટે તેમના કાર્યકરો સાથે હાથરસ પહોંચ્યા હતા.

બીજી તરફ, ફક્ત પાંચ દિવસ પહેલા, આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય, જે કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું, તે હાથરસ પીડિતના પરિવારજનોને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીની કોંડલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુલદીપ કુમાર અને તેમના ડઝનબંધ સમર્થકો પણ હાજર હતા. એટલું જ નહીં ધારાસભ્ય કુલદીપ કુમારે પણ પીડિતની ઓળખ જાહેર કરી હતી. તેણે પીડિતનું નામ કહીને ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ ટેગ કરવામાં આવ્યા છે.

કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હોવા છતાં, કુલદીપ પીડિત પરિવારના સભ્યોને મળ્યા હતા. તેણે આ મીટિંગની ઘણી તસ્વીરોઅને વીડિયો પણ બનાવ્યા, જેને તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

આપના ધારાસભ્ય કુલદીપે પીડિતાના પરિવારને મળવાની પુષ્ટિ કરતાં કહ્યું કે, હું હાથરસમાં પીડિત પરિવારને મળીને પરત આવ્યો છું. પરિવારમાં ભય પેદા થયો છે. આ લોકશાહી અને બંધારણની હત્યા છે. “

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.