Not Set/ કોરોનાને માત આપનાર લોકોએ પછી આ કામ કરવાનું ન ચુકવું જોઇએ, જાણો શું

  કોરોના વાયરસને હરાવીને ફરી સાજા થયા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી બની રહી છે. આ એન્ટીબોડી શરીરને વાયરસના ફરીવાર સંપર્કમાં આવવાથી બચાવે છે. જોકે, આ ઈમ્યૂનિટી શરીરમાં ક્યાં સુધી રહે છે, તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. એવા પણ મામલા સામે આવી રહ્યા છે, જ્યાં લોકો સાજા થયા બાદ ફરીથી કોરોના સંક્રમિત […]

Health & Fitness Lifestyle
cde4e8460b3177915ecd955c3b7e186c કોરોનાને માત આપનાર લોકોએ પછી આ કામ કરવાનું ન ચુકવું જોઇએ, જાણો શું

 

કોરોના વાયરસને હરાવીને ફરી સાજા થયા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી બની રહી છે. આ એન્ટીબોડી શરીરને વાયરસના ફરીવાર સંપર્કમાં આવવાથી બચાવે છે. જોકે, આ ઈમ્યૂનિટી શરીરમાં ક્યાં સુધી રહે છે, તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. એવા પણ મામલા સામે આવી રહ્યા છે, જ્યાં લોકો સાજા થયા બાદ ફરીથી કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોના વાયરસથી ફરીવાર સંક્રમિત થનારા લોકોમાં ક્યાં તો વૃદ્ધો છે અથવા તો પછી એવા લોકો છે, જેઓ સાજા થયા બાદ બેદરકારી વર્તી રહ્યા છે. આમ તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા જેવા નિયમ બધા માટે જ છે, પરંતુ કોરોના વાયરસથી સાજા થઈ ચુકેલા લોકોએ કેટલીક વધુ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો તમે પણ તેના વિશે જાણી લો.

પૌષ્ટિક આહારને રૂટીન બનાવો

પોતાના ભોજનમાં વધુમાં વધુ પૌષ્ટિક આહારને સામેલ કરો. તેને કારણે તમારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવશે. કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકોની ખાવાની ઈચ્છા મરી જતી હોય છે, જેને કારણે તેમનું વજન ખૂબ જ ઓછું થઈ જાય છે અને નબળાઈ આવવા માંડે છે. આથી, પોતાના ડેઈલી ડાયટમાં ઓર્ગેનિક પ્રોડક્ટ, લીલા શાકભાજી અને ઈંડા સામેલ કરો. જરૂરિયાત કરતા વધુ ના ખાઓ. એ ધ્યાનમાં રાખો કે તમારી બોડી હાલ પૂર્વવત થવાની પ્રક્રિયામાં છે.

નિયમિતરીતે એક્સસાઈઝ કરો

કોરોના વાયરસથી સાજા થવાની પ્રક્રિયામાં શરીર ખૂબ જ નબળું થઈ જાય છે. એવામાં એક્સરસાઈઝ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો અનુભવ થાય છે. પરંતુ, ધીમે-ધીમે કરીને તમે તેને તમારા રૂટિનમાં સામેલ કરી શકો છો. નિયમિતરીતે એક્સરસાઈઝ કરવાથી તમે શારીરિક અને માનસિકરીતે ફીટ રહેશો.

અન્યોની પણ મદદ લો

પોતાની સાજા થવાની પ્રક્રિયામાં અન્ય લોકોને પણ સામેલ કરો. એ વાતને સમજો કે હાલ તમને વધુમાં વધુ આરામની જરૂર છે. એવામાં કોઈપણ પ્રકારની જરૂરિયાતનો અનુભવ થવા પર પોતાના પરિવારના લોકો અથવા મિત્રોની મદદ લો. તેનાથી તમને પણ આરામ મળશે, સાથે જ લોકોનો સાથ તમારા સંબંધોને મજબૂત બનાવશે.

યાદશક્તિ વધારનારી એક્ટિવિટી કરો

કોરોના વાયરસ મેમરી લોસ સેલ્સને પણ નુકસાન પહોંચાડે છે. આથી, પોતાની યાદશક્તિ વધારવા માટે પઝલ્સ અથવા તો કોઈ એવી ગેમ રમો, જેમાં મગજનો વધુ ઉપયોગ થતો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.