Not Set/ અમદાવાદ/ સંતાન ન થવાના લીધે ડિપ્રેશનમાં આવી પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદના નવા રાણીપમાં એક પરિણીત મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. લગ્નના પાંચ વર્ષ પછી પણ આ દંપતીને કોઈ સંતાન નહોતું. ટેસ્ટ ટ્યુબ બેબી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ થવા પર પરિણીત મહિલાએ આપઘાત કર્યો હતો. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ પરમાર પત્ની શોભાબા સાથે નવા […]

Ahmedabad Gujarat
416f2e868755051a2cd707d823458a06 અમદાવાદ/ સંતાન ન થવાના લીધે ડિપ્રેશનમાં આવી પરિણીતાએ કર્યો આપઘાત
416f2e868755051a2cd707d823458a06 અમદાવાદ/ સંતાન ન થવાના લીધે ડિપ્રેશનમાં આવી પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદના નવા રાણીપમાં એક પરિણીત મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. લગ્નના પાંચ વર્ષ પછી પણ આ દંપતીને કોઈ સંતાન નહોતું. ટેસ્ટ ટ્યુબ બેબી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ થવા પર પરિણીત મહિલાએ આપઘાત કર્યો હતો. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ પરમાર પત્ની શોભાબા સાથે નવા રાણીપ વિસ્તારના અર્જુનવિલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બંનેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. પરંતુ લગ્ન બાદ પણ બંનેને સંતાન નહોતું. બંનેએ નવરંગપુરામાં ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો : જામનગરનાં ધનાઢ્ય બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયત્ન

આ સમય દરમિયાન, દોઢ મહિનાના ગર્ભાશયમાં બાળકની ધડકન ચાલતીન હોવાથી ડોક્ટરએ તેનું કસુવાવડ કરાવ્યું હતું. પોલીસે કહ્યું કે શોભાબા ગર્ભપાતને કારણે હતાશ હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ સવારે કામ પર ગયા હતા. આ દરમિયાન શોભાબાએ સાડી વડે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પડોશીઓએ ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસ કાફલો આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ