Not Set/ અમદાવાદ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ, દીકરાએ પોતાના પિતા પર કર્યું એવું કે..

અમદાવાદ શહેર વિકાસના ક્ષેત્રે બહુ આગળ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક વર્ષોમાં ઘણા બધા વિકાસના કામો થયા છે, પરંતુ આ સાથે અમદાવાદ શહેરમાં ક્રાઈમ ની ઘટનાઓમાં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે.  આ જોતા હવે લાગે છે કે, અમદાવાદ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે […]

Ahmedabad Gujarat
f6c460eaee7eb541d4e27e0a1a7592b3 અમદાવાદ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ, દીકરાએ પોતાના પિતા પર કર્યું એવું કે..
f6c460eaee7eb541d4e27e0a1a7592b3 અમદાવાદ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ, દીકરાએ પોતાના પિતા પર કર્યું એવું કે..

અમદાવાદ શહેર વિકાસના ક્ષેત્રે બહુ આગળ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક વર્ષોમાં ઘણા બધા વિકાસના કામો થયા છે, પરંતુ આ સાથે અમદાવાદ શહેરમાં ક્રાઈમ ની ઘટનાઓમાં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે. 

આ જોતા હવે લાગે છે કે, અમદાવાદ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ-આંબલીમાં એક પુત્રએ પથારી પર સૂઇ રહેલા પિતાને લાકડીના ફટકા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. 

મળતી માહિતી મુજબ, હત્યારા પુત્રએ બાપની મિલકત, અને માતાના દાગીના વેચી તમામ પૈસા આપી દેવા ધમકી આપી હતી. જો કે બાપે ના પાડતા પુત્રને માઠુ લાગી ગયું હતું અને કાસળ કાઢી નાખવાનું મન બનાવી લીધુ હતું. 

પોતાના પુત્રના હુમલાથી ઘાયલ થયેલા ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને અસારવા સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.  ત્યારે આ મામલે પોલીસે ફરાર આરોપી પુત્ર સુરેશ ઉર્ફે ગમનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ