ચોમાસું/ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગામી પાંચ દિવસમાં સારા વરસાદની આગાહી

ઓગસ્ટના અંતે 50 ટકાની ઘટ હતી અને વર્તમાન સમયમાં પણ 35 ટકા વરસાદની ઘટ છે, જે   ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો

Gujarat
વરસાદ 16 સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગામી પાંચ દિવસમાં સારા વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે,જેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ  ભારેથી અતિભારે વરસાદ પડશે. .

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટના અંતે 50 ટકાની ઘટ હતી અને વર્તમાન સમયમાં પણ 35 ટકા વરસાદની ઘટ છે, જે   ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. .  આમ સપ્ટેમ્બરમાં વરસાદમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ધોધમાર વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયો છલકાયા છે.  હાલમાં લાઠી તાલુકાનો સૌથી મોટો ભાદાણી ચેકડેમ ઉપરવાસ અને જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે.  ભાદાણી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.  ગાગડીયા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે.  જિલ્લાના સરોવરો અને મોટા ચેકડેમો  છલકાતા આસપાસના લાઠી,કેરીયા,અકાળા,દુધાળા સહિતના ગામોના ખેડૂતોને મોટો ફાયદો થશે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદથી ઉના- દીવ અને ગીર ગઢડાને પાણી પૂરૂ પાડતો રાવલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રાવલ ડેમ સંપૂર્ણ ભરાતા લેવલ જાળવવા હાલ એક દરવાજાને 0.15 મીટર ખોલવામાં આવ્યો છે.  ડેમનો એક દરવાજો ખોલાતા ઉના અને ગીર ગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં  અવિતર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જીલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ગીરના જંગલ વિસ્તાર અને ધારી પંથકમાં પડેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ડેમનો 1 દરવાજો2ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીની આવક જાવક છે. ધારી ,બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા, પાલીતાણા અને ગારીયાધાર તાલુકાના નીચાણવાળા 43 ગામોને એલર્ટ કરાયા. ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાતા હવે પાણીની સમસ્યા જિલ્લામાં હલ થશે.