Health Tips/ હૃદયને સ્વસ્થ રાખવા રોજ કરો સીડીની ચડ ઉતર ? આ ઉપરાંત પણ છે ઘણા ફાયદાઓ

જો તમારી પાસે જિમ જવાનો સમય નથી કે પછી એરોબીક્સ કરવા માટે સમય નથી તો બસ તમારે આ જ એક કામ કરવાનું છે જેનો તમને એટલો ફાયદો થશે કે તમે ક્યારેય વિચાર્યું નહિ હોય, જી હા

Health & Fitness Lifestyle
Climb the stairs daily to keep your heart healthy? Apart from this there are many benefits

સીડી ચડવાના ફાયદા:

જો તમારી પાસે જિમ જવાનો સમય નથી કે પછી એરોબીક્સ કરવા માટે સમય નથી તો બસ તમારે આ જ એક કામ કરવાનું છે જેનો તમને એટલો ફાયદો થશે કે તમે ક્યારેય વિચાર્યું નહિ હોય, જી હા તમારે ફક્ત સીડી ચડવાનું શરુ કરવાનું છે જેના તમને અઢળક ફાયદો થશે. દરરોજ જો સીડી ચડવામાં આવે તો તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે જે જાણીને તમે લીફ્ટ વાપરવાનું પણ બંધ કરી દેશો અને સીડી ચડવાનો આગ્રહ રાખશો.

બ્લડ પ્રેશરમાં રાહત:

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે સીડી ચડવાની આદત ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારા પગની તાકાત વધે છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ માટે સીડી ચડવું ફાયદાકારક છે. મેનોપોઝ પછી, એસ્ટ્રોજનની ઉણપ તેમના સ્નાયુઓની સમસ્યાઓમાં વધારો કરે છે. પરંતુ જો તેમને સીડી ચડવાની આદત પડી જાય તો તેમને આ સમસ્યામાંથી ઘણી રાહત મળે છે.

હૃદયની તંદુરસ્તી સુધારે છે:

સીડી ચડવાની કસરત માટે તમારે ફ્લેટની બહાર જવાની  અથવા જિમ ફી ચૂકવવાની જરૂર નથી. સીડી ચઢવાથી તમારી ધમનીઓને મદદ મળે છે. તે શરીરની ચરબી ઘટાડે છે. તેનાથી શરીરમાં લિપિડ પ્રોફાઈલ સુધરે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.

તમારે વારંવાર સીડી ચડવી જોઈએ

સંશોધન મુજબ, જીવનશૈલીમાં એક નાનો બદલાવ જેમ કે સીડી ચડવાથી પણ તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. રજોનિવૃત્તિ પછીની સ્ત્રીઓ જે અઠવાડિયામાં ચાર દિવસ બેથી પાંચ વાર 192 સીડીઓ ચઢે છે તેઓ ખૂબ જ સ્વસ્થ હોય છે.

તેના ઘણા ફાયદા છે:

સીડી ચડવાની કસરત પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. આ સિવાય જો તમને રાત્રે ઊંઘ આવતી હોય તો પણ સીડી ચડવાની કસરત મદદરૂપ સાબિત થાય છે.

માત્ર સાત મિનિટ ફાળવો:

જો તમે દરરોજ માત્ર સાત મિનિટ જ સીડી ચડતા જશો તો તમે તમારા હાર્ટ એટેકનું જોખમ 10 વર્ષ સુધી ઘટાડી શકો છો. જો તમે રોજની 2 મિનિટ સીડીઓ ચઢવામાં વિતાવશો તો આધેડ વયમાં વજન વધવાની સમસ્યાથી પણ છુટકારો મળશે.

આ પણ વાંચો:Weight Gain Causes/રાત્રિભોજન પછી ક્યારેય ન કરો આ 4 ભૂલો, નહી તો વધી શકે છે વજન

આ પણ વાંચો:તમારા માટે/ડેન્ગ્યુ વખતે ઝડપથી ઘટે છે પ્લેટલેટ્સ, અહીં જાણો કઈ રીતે લાવી શકાય છે લેવલમાં

આ પણ વાંચો:Water deficiency/પાણીની ઉણપ થતાં શરીર આપે છે આ 5 સંકેત, આજે જ રાખો ધ્યાન