Gandhinagar/ સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Gujarat
YouTube Thumbnail 2023 11 10T142522.363 સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકોને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અને ડૉ. અંજુ શર્માએ પણ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડો. અંજુ શર્માએ શ્રમિકો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની સાથે મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. સીએમએ ધનવંતરિ રથ તેમજ તેના અધિકારીઓ સાથે મુલાકાત કરીને માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ પોલીસ કર્મીઓ તેમજ 190થી વધુ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ એમ કુલ-17 જિલ્લાઓ ખાતે આવેલા કુલ 155 કડિયાનાકા પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પ્રતિ વ્યક્તિ ફક્ત પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકારે શ્રમિકોના હિતની ખાતરી પૂરી પાડી છે.


whatsapp ad White Font big size 2 4 સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ


આ પણ વાંચો: Heroના CMD પવન મુંજાલની વધી મુશ્કેલી, EDએ કરોડની સંપત્તિ જપ્ત કરી

આ પણ વાંચો: ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

આ પણ વાંચો: ગાઝામાં યુદ્ધવિરામને લઈને અમેરિકામાં વિરોધ, યુદ્ધના કવરેજમાં ઘણા પત્રકારો માર્યા ગયા