Gujarat CM/ CM ભુપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં કરી સવારી, સિંગાપોરમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેશે મુલાકાત

ગુજરાતને વધુ વિકસિત કરવાના હેતુસર CM ભૂપેન્દ્ર પટેલ જાપાન પ્રવાસે છે. જાપાનના પ્રવાસ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનની સવારીનો આનંદ માણતા ટોકિયોથી બુલેટ ટ્રેન દ્વારા ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામા ગયા હતા.

Gujarat World
મનીષ સોલંકી 79 CM ભુપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં કરી સવારી, સિંગાપોરમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેશે મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. આજે જાપાનમાં બીજા દિવસના પ્રવાસે CM ભુપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનમાં સવારી કરી. ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે જાપાન પંહોચ્યા હતા.  જ્યાં તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે. ભુપેન્દ્ર પટેલ સાથે રિલાયન્સ, અદાણી, ટાટા, મારુતિ સુઝુકી, વેલસપન, અરવિંદ સહિત અલગ-અલગ 8 કંપનીઓના પ્રતિનિધિ હાલ વિદેશ પ્રવાસે છે. આ મુલાકાત દરમ્યાન જાપાનના ઉદ્યોગકારો અને અગ્રણી મહાનુભાવો સાથે વન-ટુ-વન બેઠકો કરવામાં આવશે.

વાઈબ્રન્ટ સમિટ 2024માં ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવાના પ્રયાસના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિ મંડળ સાથે હાલ જાપાનની મુલાકાતે છે. જાપાનના પ્રવાસ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનની સવારીનો આનંદ માણ્યો. ભૂપેન્દ્ર પટેલે ટોકિયોથી બુલેટ ટ્રેન દ્વારા ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામા ગયા હતા. જ્યાં તેમણે પ્રસિદ્ધ શેન્કેઇનની મુલાકાત લીધી હતી. તેમજ જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જાપાન પ્રવાસના બીજા દિવસે ૨૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસી ઉપરાંત સિંગાપોર ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પણ મુલાકાત લેશે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ સાથે ઔદ્યોગિક આર્થિક વિકાસમાં ગુજરાતની સંભાવનાની તકો વધુ હોવા અંગે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ જાપાનના ઉદ્યોગો  તેમજ જાપાનીઝ સંસ્થાઓની  મુલાકાત કરશે. જેમાં જાપાનના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે ગુજરાતમાં કેવી રીતે વિકાસની ગતિ સાધી શકાય આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાયબ્રન્ટ સમિટ પહેલા જાપાન સાથેના સંબંધો વધુ સુદૃઢ બનાવવાના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતને વધુ વિકસિત કરવાના હેતુસર CM ભૂપેન્દ્ર પટેલ જાપાનની મુલાકાત દરમ્યાન પ્રવાસના બીજા દિવસે પણ જાપાનના અલગ અલગ ડેલીગેશન સાથે બેઠક યોજાશે.


whatsapp ad White Font big size 2 4 CM ભુપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં કરી સવારી, સિંગાપોરમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેશે મુલાકાત


આ પણ વાંચો : Surat/ સુરતમાં ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, શહેરથી કેન્દ્રબિંદુ 20 કિમી દૂર

આ પણ વાંચો : Buddh Statue/ પીએમના વતન વડનગરમાં બુદ્ધની 80 ફૂટની પ્રતિમા બનાવાશે

આ પણ વાંચો :Unseasonalrain/ કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું