કચ્છ/ CM ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.૦૩ નવેમ્બરે ધોરડો-કચ્છ ખાતે દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે,

Gujarat Others Trending
ધોરડો-કચ્છ CM ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘

ધોરડો-કચ્છ  : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.૦૩ નવેમ્બરે ધોરડો-કચ્છ ખાતે દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ દેશની સીમા પર દિવસ-રાત રક્ષા કરતાં જવાનો સાથે દર વર્ષે દિપાવલી પર્વ મનાવીને જવાનો અને તેમના પરિવારોનો જુસ્સો વધારી રહ્યાં છે. આ પરંપરાને આગળ વધારતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે.

મંત્રી પોતે પણ આ પર્વમાં સહભાગી થશે તેમ જણાવી વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાત પોલીસ અને રમત-ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૦૩  નવેમ્બરે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન “ભારતના ત્રિરંગાની“ થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનાર BSF, આર્મી, નેવી, ભારતીય તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે, જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, પોલીસ પરિવારના જવાનોના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાજ્યક્ક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે. પોલીસના જવાનો સાથે જિલ્લાસ્તરે કમિટી દ્વારા સંવાદ કરીને તેમના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રશ્નોનો ઝડપી હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે, તેવો વિશ્વાસ પણ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવારોને આપ્યો હતો.

મંજૂરી / સંરક્ષણ વિભાગે આધુનિક શસ્ત્રો માટે 7,965 કરોડ રૂપિયાની દરખાસ્તને આપી મંજૂરી

ધનતેરસ 2021 / અમિત શાહ સહિત આ નેતાઓએ દેશવાસીઓને પાઠવી ધનતેરસની શુભેચ્છા….