ઘરનું ઘર હવે હાથવેતમાં/ રંગીલું રાજકોટ બન્યું રિયલ એસ્ટેટની શાન, રેસકોર્સ રોડ પર મેગા પ્રોપર્ટી શોનું આયોજન

કોરોનાકાળ બાદ રંગીલા રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે..ત્યારે રાજકોટના જાણીતા રેસકોર્સ રોડ પર  મેગા પ્રોપર્ટી શોનું  ભવ્ય આયોજન કરાયું.

Gujarat Rajkot
પ્રોપર્ટી શોનું

કોરોનાકાળ બાદ રંગીલા રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે રાજકોટના જાણીતા રેસકોર્સ રોડ પર  મેગા પ્રોપર્ટી શોનું  ભવ્ય આયોજન કરાયું..કેવો છે પ્રોપર્ટી શોનો કાર્યક્રમ?…શું છે પ્રોપર્ટી શોની વિશેષતા…

કોરોનાકાળ બાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે વિકાસના નકશે કદમ પર આગળ વધી રહ્યું છે.જેને લઇને વાત કરીએ તો હાલમાં જ રાજકોટમાં રેસકોર્સ રોડ પર મેગા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું.રહેણાંક કોમર્શીયલ પ્રોપર્ટીથી માંડી ઈન્ટીરિયર સુધીની તમામ પ્રોડકટસ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.છે ને તમારા માટે ફાયદાની વાત.તો હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ શો ચોક્કસથી નવું ઘર લેનારા લોકો માટે આશિર્વાદ સમાન સાબિત થશે.

રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઇ ગજેરાએ મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના પાટનગર અને ગુજરાતના મહાનગર એવા રાજકોટમાં આ વખતનો સૌથી મોટો પ્રોપર્ટી શો આયોજીત કરાયો છે..અનેકવિધ બાબતો ચોક્કસથી તમને પ્રોપર્ટી શો તરફ દોરી જશે.

કોરોનાકાળ બાદ રાજકોટનું રીયલ એસ્ટેટ માર્કેટ સોળે કળાએ ખીલ્યુ છે અને આ પ્રોપર્ટી શોથી તેને વધુ વેગ મળવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ચાલતા અથવા નવા સંખ્યાબંધ કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્રોજેકટો વિષે લોકો વાકેફ થઈ શકશે. નાનાથી માંડીને આલીશાન અને લકઝરીયસ પ્રોજેકટો પણ આ પ્રોપર્ટી શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સારો એવો ધમધમાટ રહ્યો છે અને હવે તેને વધુ વેગ આપી શકાય તેવા ઉદેશ સાથે રાજકોટના રેસકોર્સમાં મેગા પ્રોપર્ટી શો યોજવામાં આવ્યો છે.

રહેણાંક કોમર્શીયલ પ્રોપર્ટીથી માંડીને ઈન્ટીરીયર સુધીની તમામ પ્રોડકટો એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા ઈન્ટીરીયર સંગઠન દ્વારા કોરોનાકાળ પછીનું આ સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બિલ્ડર એસોસીએશન ના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટનગર અને ગુજરાતના મહાનગર એવા રાજકોટમાં અગાઉ પણ પ્રોપર્ટી શો આયોજીત કરવામાં આવ્યા હતા પરંતુ આ વખતના પ્રોપર્ટી શો સૌથી મોટો હશે.

રેસકોર્સ મેદાનમાં મેગા પ્રોપર્ટી શોમાં 350 સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે. બિલ્ડરો તથા ઈન્ટીરીયર પ્રોડકટની કંપનીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે. પ્રોપર્ટી શો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને દમદાર બને તે માટે આખુ રેસકોર્સ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે એટલે પાર્કીંગ કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ ઉભી ન થાય. સ્ટોલ માટે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. રહેણાંક તથા કોમર્શીયલ પ્રોજેકટો ધરાવતા નાના-મોટા મોટા ભાગના બિલ્ડરોએ રસ દાખવીને સ્ટોલ ઉભા કર્યા છે. આ જ રીતે ઈન્ટીરીયર પ્રોડકટ ઉત્પાદક કંપનીઓ સીધી જ આ પ્રોજેકટમાં સામેલ થઈ છે એટલે લોકોને નવીનતમ અને આધુનિક ઈન્ટીરીયર જોવાનો તથા ખરીદવાનો મોકો મળી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે ઈન્ટીરીયર પ્રોડકટના ડોમને પણ તેને અનુરૂપ અલગ જ રીતે ડેકોરેટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ત્રણ વર્ષ પુર્વે પણ આ પ્રકારના પ્રોપર્ટી શો યોજવામાં આવ્યો હતો ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગવાના કારણે બે વર્ષ અગાઉનું આયોજન અટકી ગયું હતું. હવે ફરી વખત વિરાટ આયોજન કરાયું છે. ભૂતકાળમાં પણ પ્રોપર્ટી શોને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કોરોનાકાળ બાદ રાજકોટનું રીયલ એસ્ટેટ માર્કેટ સોળે કળાએ ખીલ્યુ છે અને આ પ્રોપર્ટી શોથી તેને વધુ વેગ મળવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ચાલતા અથવા નવા સંખ્યાબંધ કોમર્સીયલ અને રેસીડેન્સીયલ પ્રોજેકટો વિષે લોકો વાકેફ થઈ શકશે. નાનાથી માંડીને આલીશાન અને લકઝરીયસ પ્રોજેકટો પણ આ પ્રોપર્ટી શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર

આ પણ વાંચો:હવે કોઇપણ નાગરિક મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ કરી શકશે, વોટ્સઅપ નંબર જાહેર કરાયો

આ પણ વાંચો:મહેસાણાના વિશ્વ પ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિરમાં આ તારીખે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવશે!