108ની સરાહનીય કામગીરી/ વરસતા વરસાદમાં એક KM કાદવકીચડ વાળા રસ્તામાં ચાલીને મહિલાના ઘરે જઈ કરાવી પ્રસૂતિ

સદરપુર ગામની મહિલાને અડધી રાત્રે પ્રસુતિનો દુખાવો ઉપડતા તેના પતિએ 108ને ફોન કરતાં તાત્કાલિક 108 ગામમાં તો પહોંચી પણ ખરાબ રસ્તાના કારણે અને ચાલુ વરસાદે 108 મહિલાના ખેતરના ઘર ઉપર પહોંચી શકે તેમ ન હતી.

Gujarat Others
Untitled.png123 6 વરસતા વરસાદમાં એક KM કાદવકીચડ વાળા રસ્તામાં ચાલીને મહિલાના ઘરે જઈ કરાવી પ્રસૂતિ

પાલનપુર પંથકમાં 108ના કર્મચારીઓએ વરસતા વરસાદમાં એક કિલોમીટર કાદવકીચડ વાળા રસ્તામાં ચાલીને પ્રસૂતા મહિલાના ઘરે પહોંચી ટોર્ચ લાઈટના સહારે મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યાર બાદ પ્રસૂતા મહિલાને સ્ટ્રેચર ઉપર સુવાડી એક કિલોમીટર ચાલી 108 સુધી લાવવામાં આવી હતી. અને  હોસ્પિટલમાં ખસેડવ મા આવી હતી.

પાલનપુરની 108ની ટીમને મોડી રાત્રે વરસતા વરસાદમાં એક કોલ મળ્યો હતો કે પાલનપુરના સદરપુર ગામમાં એક મહિલાને પ્રસવ પીડા ઉપડી છે.  તેથી 108 ટીમના ઇએમટી ધવલ જેતપુરા અને પાઇલોટ મહેન્દ્રભાઈ તાત્કાલિક 108 લઈને સદરપુર પહોંચ્યા હતા. જોકે મહિલાનું ઘર ખેતર હતું. જ્યાં ખેતરમાં જવાના રસ્તા ઉપર પાણી ભરેલું હતું. 108 મહિલાના ઘર સુધી જઈ શકે તેમ ન હતા. છતાં  108ના ઇએમટી ધવલભાઈ અને પાયલોટ મુકેશભાઈ 108 માંથી સ્ટ્રેચર,સ્પાઇન બોર્ડ,અને ડિલિવરી કીટ લઈને કાદવ કીચડ વાળા રસ્તા ઉપર એક કિલોમીટર ચાલીને પ્રસૂતા મહિલાના ઘરે પહોંચ્યા હતા.

જોકે મહિલાને લેબર પેઈન થતાં ઇએમટી ધવલભાઈ અને પાયલોટ મુકેશભાઈએ ડોકટરનો કોન્ટેક કરી તેમની સલાહ મુજબ બેટરીના ટોર્ચ દ્વારા મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી. જોકે બાળકનો રડવાનો અવાજ ન આવતો હોવાથી બાળકીને ચેક કરતા તેનામાં ઓક્સિજન ઓછું હોવાનું જણાતાં તેને માઉથ વડે ઓક્સિજન આપીને માતા અને બાળકને સ્ટ્રેચર ઉપર સુવાડી એક કિલોમીટર ચાલીને 108 સુધી લાવી તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

સદરપુર ગામની મહિલાને અડધી રાત્રે પ્રસુતિનો દુખાવો ઉપડતા તેના પતિએ 108ને ફોન કરતાં તાત્કાલિક 108 ગામમાં તો પહોંચી પણ ખરાબ રસ્તાના કારણે અને ચાલુ વરસાદે 108 મહિલાના ખેતરના ઘર ઉપર પહોંચી શકે તેમ ન હતી. છતાં પણ 108ના કર્મચારીઓએ પરત ફરવાની જગ્યાએ માનવતા દેખાડી એક કિલોમીટર ચાલતા મહિલાના ઘરે પહોંચી તેની સફળ પ્રસુતિ કરાવી હતી. મહિલા અને તેના પતિ 108ના કર્મીઓનો આભાર માની રહ્યા છે અને સરકારની 108 સેવાની સરાહના કરી રહ્યા છે.

સરકાર દ્વારા 108ની સેવા લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે અને તેવામાં આવા 108ના માનવતાવાદી કર્મચારીઓના કારણે 108ની સેવા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

કચ્છ/ નર્મદા કેનાલમાં પાણી તો આવ્યું, પરંતુ માત્ર 24 કલાકમાં જ નહેરમાં પડ્યું મસમોટું ગાબડું, ખેતરો બન્યા બેટ