રાજકીય/ કોંગ્રેસ પાર્ટીની નારાજ હાર્દિક પટેલ જશે દિલ્હી, શું હાઈકમાન્ડ સમક્ષ કરશે ખુલાસા?

ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે અને તેમની પાર્ટીમાં અવગણવામાં આવી રહ્યા હોવાની વાત તેઓ હાઈકમાન્ડ સમક્ષ કરી શકે છે,

Ahmedabad Gujarat
હાર્દિક પટેલ

કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા હાર્દિક પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. પાટીદારોના સૌથી મોટા નેતાઓમાંના એક હાર્દિક પટેલને તેની પાર્ટીએ સાઈડલાઈન કરી દીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ગુજરાત યુનિટની કાર્યશૈલીથી ખુશ નથી. હાર્દિક પટેલે એમ પણ કહ્યું છે કે તેને સ્ટેટ યુનિટમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યો છે. આવામાં હાર્દિક પટેલ પાર્ટીથી નારાજગીની વાત વચ્ચે હવે તેઓ દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે જવાના હોવાનું સામે આવી રહ્યું છે.  સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાયદાકીય પ્રક્રિયા માટે દિલ્હી પહોંચ્યા છે. નારાજગીના અહેવાલો વચ્ચે હાઈકમાન્ડ સાથે હાર્દિક પટેલ મુલાકાત કરશે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે અને તેમની પાર્ટીમાં અવગણવામાં આવી રહ્યા હોવાની વાત તેઓ હાઈકમાન્ડ સમક્ષ કરી શકે છે, હાર્દિક પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ મુલાકાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે હાર્દિકે કોઈ પુષ્ટી કરી નથી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલનો નિવેદનબાજીનો રઘુ શર્મા દ્વારા દિલ્હીમાં રિપોર્ટ મોકલાયો છે. હાર્દિક પટેલની નારાજગી ધીરે ધીરે વધી રહી છે, અને તેના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને બુલાવો આવ્યો છે.

હાર્દિકની દિલ્હીમાં જઈને હાઈકમાન્ડને પાર્ટમાં શું ચાલી રહ્યું છે તે અંગે વાત કરવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ હાર્દિકની રજૂઆત પહેલા કેટલાક મુદ્દાઓથી પાર્ટીને અવગત કરાવવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા પાસે રહેલી વિગતો દિલ્હી પહોંચાડવામાં આવી શકે છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને આપમાં જોડાવા આમંત્રણ આપી દીધું છે. આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે.

આ પણ વાંચો:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો કેમ અટકી ગઈ?

મંતવ્ય