Today Special: સંવિધાન દિવસ (Constitution Day 2026) આપણને યાદ અપાવે છે કે ભારતની એકતા, અખંડિતતા અને લોકતંત્રની અસલી તાકાત એનું સંવિધાન છે. 26 નવેમ્બર (26 November)નો દિવસ સંવિધાન નિર્માતાઓના યોગદાનને સન્માન આપવા અને નાગરિકોને પોતાના અધિકારોની સાથોસાથ કર્તવ્યોને પણ સમજવાનો એક અવસર છે. ભારતના પ્રત્યેક નાગરિકે (Indian Citizen) બંધારણના મૂલ્યોનું સન્માન કરવું જોઇએ અને એક જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ લેવો જોઇએ.
ભારતમાં દર વર્ષે સંવિધાન દિવસ 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ દેશના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કારણ કે આ જ દિવસે વર્ષ 1949માં સંવિધાન સભાએ ભારતીય સંવિધાન (Indian Constitution) અપનાવ્યું હતુ. ભારતનું સંવિધાન દુનિયાના સૌથી વિસ્તૃત રીતે લિખિત સંવિધાનો પૈકીનું એક છે. આ સંવિધાન દેશના લોકતંત્ર, નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને શાસન વ્યવસ્થાનો મજબૂત પાયો છે. સંવિધાન દિવસને ‘રાષ્ટ્રીય કાનૂન દિવસ’ નામે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને લોકતાંત્રિક મૂલ્યોને ઉત્તેજન આપવાનો છે. સંવિધાન આપણને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વનો અધિકાર આપે છે. એના નિર્માણમાં ડૉ. ભીમરાવ આંબેડકરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. આ જ કારણ છે કે, સંવિધાન દિવસના અવસર પર એમને વિશેષ રુપે યાદ કરવામાં આવે છે. આવો જાણીએ કે, 26 નવેમ્બરે જ સંવિધાન દિવસ કેમ મનાવવામાં આવે છે અને ભારતીય સંવિધાન બનાવવાની આખી યાત્રા કેવી હતી?

26 નવેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે સંવિધાન દિવસ (Constitution Day 2026)?
26 નવેમ્બર 1949ના રોજ ભારતની સંવિધાન સભાએ દેશના સંવિધાનનો ઔપચારિક રુપે સ્વીકાર કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવામાં આવે છે.
ભારતીય બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવેલું હતું પણ એને પૂર્ણ રીતે લાગુ તો 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યું હતું. આ દિવસથી ભારત સંપ્રભુતા ધરાવતું લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું હતુ. આથી 26 જાન્યુઆરીને ‘ગણતંત્ર દિવસ’ના રુપે મનાવવામાં આવે છે.
ભારત સરકારે વર્ષ 2015માં 26 નવેમ્બરને અધિકૃત રુપે ‘સંવિધાન દિવસ‘ના સ્વરુપે મનાવવાનો નિર્ણય લીધો હતો. આનો ઉદ્દેશ્ય સંવિધાન નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાનને સન્માન આપવાનો અને નાગરિકોમાં સંવૈધાનિક જાગૃતિ વધારવાનો હતો.

શી રીતે તૈયાર થયું હતુ ભારતનું સંવિધાન? (History of Indian Constitution)
ભારતનું સંવિધાન તૈયાર કરવાની પ્રક્રિયા સરળ ન હતી. આથી જ સંવિધાન સભા (Constituent Assembly)નું ગઠન કરવામાં આવ્યું હતુ. સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. ત્યાર બાદ 29 ઓગષ્ટ 1947ના રોજ સંવિધાનની પ્રારુપ સમિતિ અર્થાત્ ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન કરવામાં આવ્યુ હતુ.
આ સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરને બનાવવામાં આવ્યા હતા. એમને ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પી પણ કહેવાય છે. સંવિધાન તૈયાર કરવામાં સંવિધાન સભાના અનેક સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ.
લગભગ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની મહેનત બાદ ભારત દેશનું સંવિધાન તૈયાર થયું હતુ. સંવિધાન સભાએ કુલ 11 સત્રોમાં એના વિશે ચર્ચાઓ કરી હતી. આખરે 26 નવેમ્બર 1949ના રોજ એને અપનાવવામાં આવ્યું.

ડૉ. ભીમરાવ આંબેડકરની શી ભૂમિકા હતી? (Dr BR Ambedkar)
ડૉ. બી આર આંબેડકરે સંવિધાનની પ્રારુપ સમિતિના અધ્યક્ષના રુપમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. એમણે સંવિધાનમાં સામાજીક ન્યાય, સમાનતા અને મૌલિક અધિકારોને વિશેષ મહત્વ આપ્યું હતુ.
એમનો એવો પ્રયાસ હતો કે દેશના પ્રત્યેક નાગરિકને સમાન અવસર મળે અને જાતિ, ધર્મ, લિંગ અથવા સામાજીક સ્થિતિના આધારે કોઈ સાથે પણ ભેદભાવ ન થાય. એમના વિચારોએ ભારતીય લોકતંત્રને મજબૂત આધાર પ્રદાન કર્યો છે.

સંવિધાન દિવસનું શું મહત્વ છે? (Importance of Constitution day)
સંવિધાન દિવસ કેવળ એક ઐતિહાસિક તારીખ નથી પરંતુ દેશના લોકતાંત્રિક મૂલ્યોને યાદ કરવાનો અવસર પણ છે. ભારતીય સંવિધાન દરેક નાગરિકને મૌલિક અધિકાર પ્રદાન કરે છે. એમાં નાગરિકોના મૌલિક કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. આ દિવસે શાળાઓ, કૉલેજો અને સરકારી સંસ્થાઓમાં સંવિધાનની પ્રસ્તાવનાનનું પઠન અને સ્મરણ કરવામાં આવે છે. આ ઉપરાંત, ભાષણ, નિબંધ પ્રતિયોગિતા, જાગૃતિ કાર્યક્રમ અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વમાં લોકો પાસે શૌચાલય કરતા મોબાઈલ ફોન વધુ! આજે મનાવાઈ રહ્યો છે ‘વિશ્વ શૌચાલય દિવસ 2026’…
આ પણ વાંચો: આજે છે નેશનલ પ્રેસ ડે 2026….જાણીએ એનું મહત્વ અને એની સાથે સંકળાયેલા સૂત્રો!
આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’? જાણો એનો ઈતિહાસ અને ભૂમિકા વિશે…
