અમદાવાદ/ મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં ‘મલ્ટિપલ’ ડર

અમદાવાદ મણિનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા બંગલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બંગલાની પાછળ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું બાંધકામ ચાલતું હોવાથી 30 ફૂટ જેટલો ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. જેના કારણે અહીં આવેલ બંગલામાં જેના કારણે મકાનમાં ભારે પ્રમાણમાં તિરાડો જોવા મળી રહી છે.જેના કારણે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો હતો

Ahmedabad Gujarat
મલ્ટી સ્પેશ્યાલિટી

અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના  બંગ્લામાં રહેનારા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બંગલાની પાછળ જે પ્લોટ આવેલો છે તેમાં એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.બાંધકામને પગલે 30 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે.જેના કારણે બંગલામાં તિરાડો પડી ગઈ છે.અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ઝોનના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા સત્વરે સમસ્યાના નિરાકરણની માંગ કરાઈ છે.

Untitled 68 4 મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં 'મલ્ટિપલ' ડર

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ડેવલપમેન્ટ ના કારણે ખાડાઓ ખોદવામાં આવે છે પરંતુ શહેરમાં થતો વિકાસ શહેરની જનતા માટે જ મુશ્કેલી સાબિત થાય તો તે વિકાસ કહેવાતું નથી. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રમણ નગરની પાસે પણ એક આવી જ ઘટના બની છે. આ બંગલાની પાછળ એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે.

Untitled 68 5 મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં 'મલ્ટિપલ' ડર

 પરંતુ તે હોસ્પિટલ ઉભી કરતા 30 ફૂટ જેટલું ખુદ કામ કરવામાં આવ્યું છે જેના કારણે તેની બાજુમાં આવેલ ચાર બંગલાઓમાં ભારે તિરાડ પડી છે. જેના કારણે બંગલામાં રહેતા લોકોને પણ બહેનો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ઝોનના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે.

Untitled 68 મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં 'મલ્ટિપલ' ડર

રેણુકા જૈન જણાવ્યું હતું કે હાલ આ સોસાયટીની એટલી ભય જનક સ્થિતિ જોવા મળી રહી છે કે અમારી સોસાયટીની પાછળ એક ડોક્ટર સાત માળને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યો છે. અને તેની અંદર તેને 30 ફુટનું ખોદકામ કર્યું છે.જેના કારણે મારું ઘર પણ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. તંત્રને પણ અનેકવાર અરજીઓ લખી હોવા છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરતી નથી. છેલ્લા પાંચ દિવસથી અમે અમારા પરિવાર સાથે ઘરની બહાર ઉઠલા ઉપર બેસી રહ્યા છીએ. છેલ્લા ચાર દિવસથી અમે જમવાનું અને ચા નાસ્તો પણ બહાર હોટલમાંથી લાવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Untitled 69 મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં 'મલ્ટિપલ' ડર

આ સોસાયટીમાં હાલ 4 બંગલાઓને આ પરિસ્થિતિ થઈ છે. 4 બંગલાના પરિવાર લોકો બહારથી જ જમવાનું મંગાવ્યું પડે છે. રાત્રે સૂતી વખતે પણ ડર લાગે છે કે મકાન અચાનક ન પડે જો ઘસી પડશે તો પોતાના પરિવાર સાથે દરેક લોકોનો જીવ ગુમાવવું પડી શકે છે. ચારમાંથી છેલ્લે બે આવેલા મકાનમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. જ્યારે ખોદકામ વખતે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. તે સમયે મકાનમાં ભારે પ્રમાણમાં ધ્રુજારી પણ જોવા મળી રહી છે. અમે ઘણીવાર સમજાવવા ગયા હોવા છતાં પણ ડોક્ટર, એન્જિનિયર કે બિલ્ડર કોઈપણ વાતે સમજવા તૈયાર થતા નથી.

આ પણ વાંચો:ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે ગાંધીજીને અપાઈ ભજનો દ્વારા ભાવાંજલિ

આ પણ વાંચો:બોડેલીમાં દીપડાનો આતંક, બાળકને બનાવ્યો કોળીયો

આ પણ વાંચો:હીરાના વેપારીઓનું ફુલેકું ફેરવનારા હીરા દલાલની ધરપકડ