National Maritime Heritage Complex/ ભારતના દરિયાઈ વારસાને પુર્નજીવિત કરવા પીએમ મોદીની પ્રેરણાથી નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ

ભારતના પુરાતન બંદર લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ નું નિર્માણ થઈ રહ્યું છે.

Top Stories India
Lothal ભારતના દરિયાઈ વારસાને પુર્નજીવિત કરવા પીએમ મોદીની પ્રેરણાથી નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ

ભારતના પુરાતન બંદર લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ નું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે રૂપિયા 4,500 કરોડના ખર્ચે નિર્માણ થનારા National Maritime Heritage Complex આ કોમ્પ્લેક્સ મા ભારત સરકાર અને ગુજરાતના સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટ્ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ કેન્દ્ર સરકારના મંત્રી સર્વાનંદ સોનેવાલ, ડો. મનસુખભાઈ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો તથા ઈન્ડીયન નેવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે રાજ્ય સરકારે National Maritime Heritage Complex આ પ્રોજેક્ટના નિર્માણને વધુ ગતિ આપવા તેમજ લોથલ સહિતના આસપાસના વિસ્તારોના આર્થિક, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન વિકાસ અને રોજગાર નિર્માણ માટે લોથલ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે.

પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે ૩૭૫ એકર જમીન ફાળવેલી છે.રાજ્ય સરકારે કોમ્પ્લેક્ષ બહાર-એક્સ્ટર્નલ ઇન્ફ્રાટ્રકચરના વિકાસ માટે રૂપિયા 147 કરોડ ફાળવ્યા છે. આ રકમમાંથી રોડ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રીસિટી વગેરેના કામો પ્રગતિમાં છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ અને National Maritime Heritage Complex ભારતની ભવ્ય સમુદ્ર વિરાસતને વિશ્વ સમક્ષ આધુનિક સ્વરુપે પ્રસ્તુત કરવાના આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ માટે ગુજરાત સરકારની મળી રહેલી મદદની પ્રશંસા કરી હતી.

નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની અત્યાર સુધીની પ્રગતિ, નિર્માણાધિન બાબતો તેમ જ કેન્દ્ર રાજ્યના વધુ સંકલન અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠક દરમિયાન ભારત સરકારના ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપ.વે કોર્પોરેશન તેમજ ઇન્ડિયન નેવી વચ્ચે આ કોમ્પલેક્ષમા નેવી ગેલેરીના નિર્માણમા સહયોગ અંગેના એમ. એ. યુ પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારના સચિવ રામચંદ્રન, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન , સલાહકાર શ્રી એસ એસ રાઠોર તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો નેવીના વાઇસ એડમિરલ અને અધિકારીઓ પણ ચર્ચામાં જોડાયા હતા.

 

આ પણ વાંચોઃ Rajkot-Rape/ રાજકોટમાં સગીરાનો હત્યારો ઝડપાયોઃ રીક્ષા ચાલકની ધરપકડ

આ પણ વાંચોઃ Jamnagar-CM/ જામનગરમાં ભારે વરસાદ બાદ તંત્રથી લોકો ત્રાહિમામઃ સીએમ પોતે દોડી આવ્યા

આ પણ વાંચોઃ UP-Conductor/ દિલ્હી મેટ્રો પછી હવે ઉત્તરપ્રદેશમાં પબ્લિક બસમાં કંડકટર વાંધાજનક સ્થિતિમાં ઝડપાયો

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપઃ પવારની એનસીપી તૂટી, અજીત પવાર જોડાશે શિંદે સરકારમાં