હેલ્થ/ ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન

દરરોજ સાતથી આઠ ગ્લાસ પાણી પીઓ. તેનાથી તમારા શરીરની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત તમારા શરીરની સસિ્ટમ પણ સારી રાખશે.

Health & Fitness Lifestyle
Untitled 34 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન

સિઝન પ્રમાણે આહારમાં પરિવર્તન કરવું જરૂરી છે. ગરમીમાં શરીરને ઠંડક મળે તેવો આહાર અને પીણાં આપણને ખુશી આપે છે. જો આ ઋતુમાં ખોરાક સારો ન હોય તો ઘણા રોગો થઈ શકે છે. આવી સ્થિતિમાં મોસમી ફળ સિવાય તમારે બીજી ઘણી વસ્તુઓ ખાવી જોઈએ, જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ ટિપ્સને ફોલો કરો અને  સમરમાં તંદુરસ્ત રહો.

Untitled 35 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન

1 દરરોજ સાતથી આઠ ગ્લાસ પાણી પીઓ. તેનાથી તમારા શરીરની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત તમારા શરીરની સસિ્ટમ પણ સારી રાખશે.
2 કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ પણ હોય છે, જે આંતરડાંનું આરોગ્ય જાળવે છે. તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે. આ ‌સિઝનમાં કાકડીનું બને તેટલું સેવન કરો, પરંતુ રાતે કાકડી ન ખાવી જોઇએ.

Untitled 36 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન
3 તરબૂચમાં ૯૨ ટકા પાણી હોય છે. તે ખાવાથી શરીરનું તાપમાન યોગ્ય રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ તરબૂચમાં વિટા‌િમન-સી અને વિટામિન-એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તરબૂચ ખૂબ ખાઇ લો.

Untitled 37 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન

4 ફળોના રાજા કેરીની તો વાત જ કંઈક ઓર જ છે, જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શું ખાધું. કેરીમાં એવાં તત્ત્વો હોય છે, જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન-એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ કેરી ખાતાં પહેલાં તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાઓ.

Untitled 38 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન
5- ઉનાળામાં નાળિયેર પાણી સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તો ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીઓ.

Untitled 39 ઉનાળામાં આ વસ્તુઓનું રોજ સેવન કરો રહેશો ફીટ એન્ડ ફાઇન