Election/ કાંકરિયા રાઈડ દુર્ઘટનાના મુખ્ય આરોપીના ભાઈને ટિકિટ આપતા વિવાદ

ભાજપની ડબલ રાજનીતિ : કોર્પોરેટરોનાં પરિવારોને ટિકિટ નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરોના પરિવારજનોને ટિકિટ…

Ahmedabad Gujarat
a 59 કાંકરિયા રાઈડ દુર્ઘટનાના મુખ્ય આરોપીના ભાઈને ટિકિટ આપતા વિવાદ

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપે 142 માંથી 106 કોર્પોરેટરોને ટિકિટ આપી નથી, એટલે કે ભાજપ દ્વારા 76 ટકા કોર્પોરેટરોને બાકાત રાખવામાં આવ્યા છે, જેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેટરોની ટિકિટ કાપ્યા બાદ ભાજપે આવા વોર્ડમાં એવા ઉમેદવારોને ઉમેદવાર બનાવ્યા જ્યાં તેઓને કોઈ ઓળખતું પણ નથી.

ભાજપે આ વખતે કોર્પોરેટરોના સબંધીઓને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોના સબંધીઓને ટિકિટ આપીને ચોકાવનારો નિર્ણય લીધો છે. કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના બની હતી તે કોન્ટ્રાક્ટરના ભાઇ અને આ પહેલા કોર્પોરેટર મહેન્દ્ર પટેલને અમરાઇવાડીથી આપવામાં આવી છે.

આ પણ વાંચો : જામનગરમાં કોંગ્રેસ – ભાજપ બનેં ચિંતીત, ભારે રાજકીય ઉથલ પાથલનાં એંધાણ

કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો : તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી માટે 3 દિવસ મળશે ભાજપની પાર્લામેન્ટરી બેઠક

આ ઉપરાંત રામોલ મતવિસ્તારમાંથી જેઓ ભાજપના સભ્ય પણ ન હોવા છતાં મહિલા ઉમેદવાર તરીકે તેમને ટીકીટ ફાળવાતા રામોલથી મોટાપ્રમાણમાં કાર્યકરોના ધાડા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા આ ઉપરાંત વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર, સાબરમતી, બાપુનગર સહિતના જેવા વિસ્તારોમાંથી પણ નારાજ કાર્યકરોના ટોળેટોળા ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા અને ભાજપ વિરુદ્ધના નારાઓથી વાતાવરણને ગજવી મુક્યું હતું.’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ