Hindu Child-Namaz/ કચ્છની ખાનગી શાળામાં હિંદુ બાળકો પાસે નમાઝ પઢાવવાનો વિવાદ

સમગ્ર દેશમાં થયેલી બકરી ઇદની ઉજવણી વચ્ચે ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Top Stories Gujarat
Namaz Dispute કચ્છની ખાનગી શાળામાં હિંદુ બાળકો પાસે નમાઝ પઢાવવાનો વિવાદ

સમગ્ર દેશમાં થયેલી બકરી ઇદની ઉજવણી વચ્ચે Hindu Child-Namaz ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, અત્યારે સોશ્યલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતના કચ્છનો છે.  આ વિડીયોમાં હિન્દુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે. આ વીડિયો કચ્છમાં Hindu Child-Namaz આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે, જ્યાં ગઇકાલે બકરી દઇના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી હતી. શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ખાસ વાત છે કે, વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યુ હતુ.

આ અંગે વિડીયો બહાર આવતા શાળાના ટ્રસ્ટીએ માફી માંગી છે અને ફરીથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપી છે. રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણ વિભાગની ટુકડી તપાસાર્થે કચ્છ જવા રવાના થઈ છે.  આ વાત ફક્ત કચ્છની એક શાળા પૂરતી જ સીમિત નથી.  એમએસ યુનિવર્સિટીમાં ત્રીજી વખત કોઈ વિદ્યાર્થિની Hindu Child-Namaz નમાજ પડતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે. સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થિની નમાજ પડતા વિડીયો વાયરલ થયો હતો, યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડિસિપ્લીનરી કમિટીને તપાસ સોંપી છે.

વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ યુવક અને યુવતીઓ દ્વારા નમાજ પડવાનું છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર Hindu Child-Namaz નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી હોય તેઓ વીડિયો સામે આવ્યો હતો.

અન્ય મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કહ્યું કે હા અમે પણ નમાજ પડીએ છીએ કેમકે નમાજનો સમય થયો હોય અને અમે જે પણ જગ્યાએ હોય ત્યાં અમે નમાજ અદા કરીએ છીએ. યુનિવર્સિટીમાં પણ અમે નમાજ પઢેલી છે. પહેલા અમને આ માટે રૂમ ફાળવવામાં આવતો હતો જોકે આ પ્રકારનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો ડોક્ટર જ્યોતિરનાથ મહારાજ પણ યુનિવર્સિટી Hindu Child-Namaz ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ પ્રકારની ગતિ વિધિ બંધ કરાવવા માંગ કરી હતી. તો યુનિવર્સિટી પી.આર.ઓએ કહ્યું કે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે સમગ્ર મામલે તપાસ કરશે. નમાઝ પડી રહેલી વિદ્યાર્થિનીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમની સામે કાર્યવાહીની વાત તેમણે કરી હતી. સાથે યુનિવર્સિટીમાં ફક્ત શૈક્ષણિક કાર્ય જ ચાલે આ પ્રકારની નમાજ પડવાની ગતિવિધિ ચલાવી લેવામાં નહીં આવે તેવી વાત પીઆરઓએ કરી હતી.

આ પણ વાંચોઃ South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

આ પણ વાંચોઃ Wanted Criminal Caught/ સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, પોલીસથી બચવા આરોપી મથુરામાં જઈ સાધુ બની ગયો હતો

આ પણ વાંચોઃ Rajkot Rain/ રંગીલા રાજકોટમાં વરસાદે બોલાવી રમઝમ

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયીઃ 30થી વધુ લોકો ફસાયાની શંકા

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ જૂનાગઢમાં મેઘતાંડવઃ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, રાજયના 224 તાલુકામાં વરસાદ