Not Set/ રાજકોટમાં આકાશવાણી કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ , 5 અધિકારીઓના પરિવાર સહિત 18 ને કોરોના

દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટના હાર્દ સમા વિસ્તાર રેસકોર્સ રિંગરોડ પર ઓલ ઇન્ડિયા રેડિયો સર્વિસ (આકાશવાણી કેન્દ્ર) રાજકોટ ખાતેના

Gujarat Rajkot
aakashvani રાજકોટમાં આકાશવાણી કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ , 5 અધિકારીઓના પરિવાર સહિત 18 ને કોરોના

દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટના હાર્દ સમા વિસ્તાર રેસકોર્સ રિંગરોડ પર ઓલ ઇન્ડિયા રેડિયો સર્વિસ (આકાશવાણી કેન્દ્ર) રાજકોટ ખાતેના પાંચ અધિકારીઓ એક પછી એક કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં આ તમામ અધિકારીઓના 13 પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા છે.આ ઘટનાની જાણ થતા જ આકાશવાણી જાણે ભૂકંપ આવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા હવે કચેરીના સ્ટાફની પણ ટેસ્ટિંગ કરવામાં આવશે એવું મહાનગરપાલિકાના નાયબ અધિકારી ડોક્ટર પીપી રાઠોડે જણાવ્યું હતું.

મહિલા જજ સહિત તેમના સ્ટાફના 6 કર્મચારીઓ થયા છે સંક્રમિત

રાજકોટની નેગોશિયેબલ કોર્ટમાં કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહેલા મહિલા જજ વસવેલીયા સહિત તેમના સ્થાપના 6 કર્મચારીઓને પણ પૂરો ના થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બે-ત્રણ દિવસ પહેલાં રાજકોટની ફેમિલી કોર્ટના સ્ટાફને પણ કોરોના થયો હતો જેથી ફેમિલી કોર્ટ 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

24 કલાકમાં કોરોનાના કેસ અને મોતનો આંકડો

૨ાજકોટમાં કો૨ોનાથી મોતની સંખ્યામાં આજે વધુ 2 વ્યક્તિનો ઉમે૨ો થયો છે. ગઈકાલે પાંચ વ્યક્તિનું મોત નિપજયું હતું જયા૨ે આજે મોતની સંખ્યા ઘટીને 2 થઈ છે. કોવીડ મૃત્યુ અંગે સ૨કા૨ે નિમેલી સ૨કા૨ી ડેથ ઓડીટ કમિટીના ૨ીપોર્ટ મુજબ ગઈકાલે 5 વ્યક્તિના મૃત્યુ થયા હતાં તેમાંથી એક વ્યક્તિનું મોત કો૨ોનાથી થયું હોવાનું જાહે૨ ર્ક્યું છે.

બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 55, આજ સુધીના પોઝિટિવ કેસ 17,895, આજ સુધીમાં ડિસ્ચાર્જ 17,150 જ્યારે આજ સુધીમાં રિકવરી રેટ 96.13 ટકા અને આજ સુધીમાં કુલ ટેસ્ટ 6,43,414 થયા છે. પોઝિટિવિટી રેટ 2.77 ટકા થયો છે.

કો૨ોનાના વધતા કેસના કા૨ણે જિલ્લાની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજની સ્થિતિએ કુલ 1465 બેડ ખાલી છે. છેલ્લા 24 કલાકમાં ૨ાજકોટ મહાપાલિકાની આ૨ોગ્ય તેમજ જિલ્લા આ૨ોગ્યની ટીમ દ્વા૨ા શહે૨મા 302 અને ગ્રામ્ય વિસ્તા૨માં 43 ઘ૨ને ક્વ૨ ક૨વામાં આવ્યાં હતાં. આ ઉપ૨ાંત શહે૨માં 29838 અને ગ્રામ્ય વિસ્તા૨મા 10196 લોકોનો સર્વે ક૨વામાં આવ્યો હતો. જેમાં શહે૨માંથી 49 અને ગ્રામ્ય વિસ્તા૨માં 64 કેસ તાવ, શ૨દી, ઉધ૨સ ના લક્ષ્ાણો વાળા મળી આવ્યાં હતાં. જયા૨ે ૨ેપીડ અને એન્ટીજન ટેસ્ટ માટે આ૨ોગ્ય વિભાગની ૧૦૪ સેવાને શહે૨માંથી ૧૦૯ અને ગ્રામ્યમાંથી પાંચ કોલ મળ્યાં હતાં જયા૨ે 108 ઈમ૨જન્સી સેવાને શહે૨માંથી 66 અને ગ્રામ્ય વિસ્તા૨માંથી 40 કોલ મળ્યાં હતાં. જો કે શહે૨ અને જિલ્લામાં હજુ કોઈ પણ વિસ્તા૨ કન્ટેઈન્ટમેન્ટ ઝોન હેઠળ હોવાનું જાહે૨ ક૨વામાં આવ્યું નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…