Covid-19/ દેશમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા 27 હજારથી વધુ કેસ

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 28.92 કરોડ થઈ ગયા છે. વળી, આનાથી મૃત્યુઆંક વધીને 54.4 કરોડ થઈ ગયો છે. આ મહમારીને રોકવા માટે અત્યાર સુધીમાં રસીનાં કુલ 9.16 અબજ ડોઝ આપવામાં આવ્યા છે.

Top Stories India
કોરોના કેસ

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 28.92 કરોડ થઈ ગયા છે. વળી, આનાથી મૃત્યુઆંક વધીને 54.4 કરોડ થઈ ગયો છે. આ મહમારીને રોકવા માટે અત્યાર સુધીમાં રસીનાં કુલ 9.16 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી હતી. રવિવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીકરણની કુલ સંખ્યા વધીને 289,237,881, 5,440,154 અને 9,163,163,720 થઈ ગઈ છે. CSSE મુજબ, યુએસ 54,859,966 કેસ અને 825,816 મૃત્યુ સાથે વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કેસની દ્રષ્ટિએ બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ભારત છે (34,861,579 ચેપ અને 481,486 મૃત્યુ), ત્યાર બાદ બ્રાઝિલ (22,295,621 ચેપ અને 619,367 મૃત્યુ) છે.

આ પણ વાંચો – કોરોના વિસ્ફોટ / ફ્રાન્સમાં કોરોનાની સુનામી યથાવત,સતત ચોથા દિવસે બે લાખથી વધુ કેસ,કોરોના કેસમાં ટોપ 6માં સામેલ

દેશમાં ફરી એકવાર જીવલેણ કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ સાથે જ કોરોનાનાં સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ સામે આવવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 27,553 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમ્યાન 284 લોકોનાં મોત થયા છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 1525 કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ પૈદા થઇ ગયો છે. દરરોજ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. આ પહેલા શનિવારે દેશનાં મોટા શહેરોમાં કોરોનાની ખતરનાક ગતિ જોવા મળી હતી. આમાં મુંબઈમાં 6347, દિલ્હીમાં 2716 અને કોલકાતામાં 2398 કેસ નોંધાયા. આ સાથે નવા વેરિઅન્ટ Omicron નાં કેસ પણ જોર પકડવા લાગ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો અહીં ઓમિક્રોનનાં દર્દીઓની સંખ્યા 1500 ને વટાવી ગઈ છે. આમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં તેની સંખ્યા 460 છે.

આ પણ વાંચો – Covid-19 / અમદાવાદીઓ સાવધાન, શહેરમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાનાં 559 નવા કેસ, 220 દિવસ પછી સૌથી વધુ

દૈનિક ધોરણે જોઈએ તો, કોરોનાનાં કેસ લગભગ 35 થી 36 ટકા વધી રહ્યા છે. શનિવારે 24 કલાકમાં દેશભરમાં કુલ 22 હજાર 775 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. વળી, આ દિવસે 406 દર્દીઓનાં મોત થયા હતા અને 8949 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. આવું જ કંઈક મહારાષ્ટ્રમાં થયું. અહીં શનિવારે કોરોનાનાં 6347 કેસ નોંધાયા અને એકનું મોત થયું. હાલમાં મુંબઈની હાલત એવી છે કે અહીં 10 કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. આ સિવાય અહીં 157 ઈમારતોને પણ સીલ કરવામાં આવી છે. હાલમાં, મુંબઈમાં કુલ 22,334 સક્રિય દર્દીઓ છે. જો કે, મોટાભાગનાં દર્દીઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર વર્તાઇ નથી.