ગાંધીનગર/ મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો બન્યા કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યમાં વિઅશ્વિક મહામારી કોરોનાએ પોતાનો અજગરી ભરડો ફેલાવ્યો છે. અને ગુજરાતને બાનમાં લીધું છે. ગુજરાતમાં એક પછી એક સેક્ટર કોરોનાની ચપેટમાં આવી રહ્યું છે.

Gujarat Trending
health 11 મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો બન્યા કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાએ પોતાનો અજગરી ભરડો ફેલાવ્યો છે. અને ગુજરાતને બાનમાં લીધું છે. ગુજરાતમાં એક પછી એક સેક્ટર કોરોનાની ચપેટમાં આવી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્કીઉય વર્તુળમાં કોરોનાએ પોતાનો સકંજો કસ્યો છે. અને એક પછી એક નેતાઓ અને તેમની સાથે રહેતા લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે.

કોરોનાએ સર્જાયા નવા રેકોર્ડ / અમદાવાદ ખાતે એપ્રિલના 6 દિવસમાં 6 વખત કોરોનાએ રેકોર્ડ સર્જયો

ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ (ખોરજ )કોરોના પોઝિટિવ આવ્યા  છે. વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ પોતે કોરોના પોઝિટિવ આવતા સ્થાનકો અને કાર્યકર્તાઓમાં હાહાકાર મચી ગયો છે. ખોરજ ગામે રહેતા અને ચૂંટણી પ્રચારમાં અને કાર્યકરોને પણ કોરોનાની ભીતી સેવાઈ રહી છે

ઉલ્લેખનીય છે કે હાલ માં જ વોર્ડ 10 ના ભાજપ ના જ ઉમેદવાર મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચારમાં પણ સન્નાટાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ વોર્ડ નંબર 10-11માં કોરોનાના ડરથી પ્રચાર પણ મંદ પડી ગયો છે.