Not Set/ કોરોનાએ લીધો પરિવારના 4 સભ્યોનો ભોગ, આઘાત પામેલ વૃદ્ધાએ કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. અને પરિવાર આ જીવલેણ વાયરસના કારણે વિખેરાયા છે. ત્યારે આવામાં વધુ એક પરિવાર આ વાયરસના કારણે વિખેરાયો છે.

Gujarat Surat
A 109 કોરોનાએ લીધો પરિવારના 4 સભ્યોનો ભોગ, આઘાત પામેલ વૃદ્ધાએ કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. અને પરિવાર આ જીવલેણ વાયરસના કારણે વિખેરાયા છે. ત્યારે આવામાં વધુ એક પરિવાર આ વાયરસના કારણે વિખેરાયો છે. સુરતમાં પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ગુમાવતા એક વૃદ્ધાએ એકલવાયુ જીવન જીવવાને બદલે મોતને ગળે લગાવવાનું પસંદ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ પુત્ર સહિત પરિવારના 4 સ્વજનોને ગુમાવ્યા છે જે બાદ વૃદ્ધાને એકલવાયું જીવન લગતા 9માં માળેથી છલાંગ લગાવી હતી. હૃદયરોગથી પીડાતા વૃદ્ધાના પતિની હાલત પણ હાલ ગંભીર છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલ્યો હતો. આ પરિવારમાં છેલ્લાં 2 માસમાં કોરોનાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો :શહેરના રોડ ઉપર AMTS-BRTS બસો દોડતા, પહેલા જ દિવસે 7.02 લાખની આવક થઈ

જણાવીએ કે, આ પરિવારના 65 વર્ષીય વૃદ્ધા ચંદ્રકાંતાબેન મીઠાણીએ સોમવારે નવમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. 12 એપ્રિલે 42 વર્ષના પરિવારના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યાર બાદ 65 વર્ષીય ચંદ્રકાંતાબેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. 15મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યો હતો.

આ પણ વાંચો :પોર્ન સાઇટ જોવા ના મોહમાં ઘણા યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા

આ પણ વાંચો :ચોટીલા હાઇવેથી પશુ ભરેલા ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા