Not Set/ દેશને ‘ઓલિમ્પિક ટોપર’ બનાવવું હોય તો માત્ર તાળીઓથી ન ચાલે

રમત ગમત માટે કેન્દ્ર અને રાજ્યોએ શાળા કોલેજકાળથી પ્રોત્સાહક નીતિ અને બજેટમાં યોગ્ય રકમ ફાળવવી જરૂરી,  ચિંતામુક્ત ખેલાડી પાસે જ સારી રકમની આશા રાખી શકાશે

Trending Sports
‘ઓલિમ્પિક ટોપર’

રમતજગત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭૫માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પર સતત આઠમી વખત ધ્વજવંદન કરાવનાર પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા. તેમણે ૮૭ મિનિટ પ્રવચન કર્યું. વડાપ્રધાને પોતાના પ્રવચન દરમિયાન લાલ કિલ્લા ખાતેના સમારોહમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઓલિમ્પિક ખેલાડીઓને આવકાર્યા. ઓલિમ્પિક ખેલાડીઓના જુસ્સાને બિરદાવી તેઓને યુવાનોના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. વડાપ્રધાને પોતાના પ્રવચન વખતે ઓલિમ્પિક ખેલાડીઓને તાળી પાડી વધાવવા કહ્યું. વડાપ્રધાનની અપીલને લાલ કિલ્લા ખાતે સૌએ માની લીધી અને એક અહેવાલ અનુસાર લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત લોકો ઉપરાંત ટીવીની ચેનલો પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળનારા લોકોએ પણ આ અપીલને માન આપ્યું હતું. કોરોનાકાળની પ્રથમ લહેરના લોકડાઉન વખતે થાળીઓ વગાડવી અને દીવા પ્રગટાવવાની અપીલનો જેવો પડઘો પડ્યો તેવું જ આમાં બન્યું હતું. રમતવીરોને પ્રથમવાર મળેલું માન હતું. આને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની એક યાદગાર ઘટના ગણીને આવકારી શકાય.

himmat thhakar 1 દેશને ‘ઓલિમ્પિક ટોપર’ બનાવવું હોય તો માત્ર તાળીઓથી ન ચાલે

(@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર )

હવે રમત અને રમતજગત ને લાગે વળગે છે અને તેમાંય ક્રિકેટજગત સિવાયની રમતો બાબતમાં સરકાર સન્માન કરાવીને પણ જાગી છે તે સારી વાત છે. ભારતે આ વખતે પ્રથમ વખત સાત મેડલ મેળવ્યા છે. જેમાનાં છ તો વ્યક્તિગત ઈવેન્ટના છે. પીવી સિંધુએ તો સતત બીજીવાર ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ખેલાડી બની છે. ખેલાડીઓનો દેખાવ યુવાનો માટે પ્રેરણા સમાન છે. જેમણે મેડલ નથી મેળવ્યા તે પૈકીના મોટાભાગના ખેલાડીઓએ મર્દાનગીભરી રમત રમી હતી. ભારતની મહિલા હોકી ટીમની વાત કરીએ તો આ ટીમ ભલે મેડલ ન મેળવી શકી પણ પોતાની રમત વડે લોકોના દિલ જીતી લીધા છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યા એ જે રાષ્ટ્રજાેગુ સંબોધન કર્યું તેમાં પણ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના દેખાવની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા ખેલાડીઓની સિધ્ધીનો ઉલ્લેખ કરીને લોકોને એવી અપીલ કરી હતી કે દેશની દીકરીઓને વધુમાં વધુ અભ્યાસ કરાવી રમતોની તાલીમ પણ આપો. આમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની આ અપીલ હૃદયસ્પર્શી હતી. ઓલિમ્પિક ટીમના ખેલાડીઓ ટોક્યો જવા રવાના થયા ત્યારે પણ વડાપ્રધાને તમામને અભિનંદન આપ્યા હતાં.

facebook 10 દેશને ‘ઓલિમ્પિક ટોપર’ બનાવવું હોય તો માત્ર તાળીઓથી ન ચાલે

ઓલિમ્પિક રમતોત્સવ ૧૨૧ વર્ષથી યોજાય છે જેમાં પ્રથમ વખતે ભારતને સાત મેડલ મળ્યા છે. કુલ ૨૮ ભારતના ભાગે આવ્યા છે. તેમાં ૮ મેડલ તો માત્ર હોકીના જ છે. વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રથમવાર ભારતને આ પ્રકારની સિદ્ધી મળી છે. જેથી આપણને સૌને ગૌરવ થાય તે સ્વાભાવિક છે. અત્યારે અને આ વખતે જે કાંઈ થયું અને થાય છે તે તો ઓલિમ્પિકમાં ભારતના રમતવીરોના સારા દેખાવ બદલનું સન્માન છે. વિજેતા ખેલાડીઓ પર તો ધનવર્ષા પણ થઈ છે. એટલે કે કરોડો રૂપિયાના ઈનામો પણ વરસ્યા છે. વિજેતાઓની નોકરી પણ પાકી થઈ છે. મકાનો પણ મળ્યા છે. આ સારી વાત છે પણ ફાવ્યું વખણાયું જેવી ઘટના છે. કોઈ જીતીને કે બહાદુરીભરી રમત રમીને આવે તો તમે તેે આવકારો એ નવી વાત નથી. આવકારવા જ જાેઈએ. પરંતુ સાથોસાથ એ વાત પણ વિચારી લેવાની કે એ બાબતનું પણ ચિંતન કરવાની જરૂરત છે કે આપણે આ દેશમાં ઓલિમ્પિક સાથે સંકળાયેલી રમતોને પ્રોત્સાહન આપવા શું કર્યું છે ? આપણે એથ્લેટીકમાં તો આ વખતે મેડલ લીધો. આપણે પહેલા હોકી, પછી કુસ્તી અને બેડમીંગ્ટન ટેનિસ કે તીરંદાજીમાં ઝળક્યા છીએ. સ્વીમીંગમાં કે પછી તેના જેવી અન્ય રમતોમાં આપણે સારો દેખાવ કર્યો છે ખરો ? અથવા સરકાર અત્યારે જે રીતે ઓલિમ્પિક રમત માટે પ્રયાસ શરૂ કર્યા તેવા ભૂતકાળમાં થયા હોત તો ? અથવા તો રમતજગત માં ખેલાડીઓને માત્ર બિરદાવવાથી કે માત્ર તાળી પાડવાથી ન ચાલે. બીજું ઘણું કરવાની જરૂરત છે. ભારતે ટોક્યો રમતોત્સવમાં ૪૭મું સ્થાન મેળવ્યું છે. પ્રથમ ત્રણ નંબરના જે દેશો છે તે અમેરિકા, ચીન અને બ્રિટન છે. પછી જર્મની, કોરિયા વગેરે આવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે જે ટોપર એટલે કે પ્રથમ પાંચ નંબર સુધીનું સ્થાન મેળવનારા જે દેશો છે તેમાં ચીનને બાદ કરતાં બાકીના દેશોની વસતિ આપણા સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ કરતાં પણ ઓછી છે. છતાંય આ દેશો પર ઓલિમ્પિકમાં વર્ષોથી મેડલ વર્ષા થાય છે અને થઈ છે. અને આ વખતે પણ આ સીલસીલો યથાવત્‌ રહ્યો છે. આનું શું કારણ ? આ તમામ દેશો રમતગમત માટે જે બજેટ ફાળવે છે અને અભ્યાસના પ્રારંભકાળથી જ વિદ્યાર્થીઓને પોતાના શોખ મુજબની કે આવડત પ્રમાણેની રમત માટે સરકાર અને વિદ્યાર્થીઓના વાલીઓ સૂર પૂરાવે છે. યુવાન થયા બાદ પણ અમેરિકા બ્રિટન સહિતના ખેલાડીઓને રોજગારીની ચિંતા હોતી નથી એટલે રમતોની કીટ ખરીદવા સ્પોન્સરો શોધવા પડે તેવી સ્થિતિ હોતી નથી. જ્યારે ભારતમાં તો ઘણા ખેલાડીઓ એવા જાેવા મળશે કે જેઓને પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ઝઝૂમવું પડ્યું હોય. બીજું કે ખેલાડીઓને જાે પોતાના બાળપણથી એટલે કે વિદ્યાર્થીકાળથી જ યોગ્ય પ્રોત્સાહન મળ્યું હોય તો તેઓ યુવાન વયે સારો દેખાવ અવશ્ય કરી શકે.

bcci

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ જે રીતે પોતાના ખેલાડીઓ સાથે વાર્ષિક કરારની રકમ નક્કી કરે છે તેવું શું અન્ય રમતોમાં ન થઈ શકે ? ક્રિકેટરો માટે બી.સી.સી.આઈ. જે કામગીરી કરે છે તે અન્ય રમતોના ફેડરેશનો ન કરી શકે ? ઓલિમ્પિકમાં પંજાબ અને હરિયાણાના ખેલાડીઓ વધુ પ્રમાણમાં હોય છે તેનું કારણ ત્યાંની રાજ્ય સરકારોની શાળા કોલેજ સમયગાળાથી અપનાવાતી રમતજગત નીતિ જવાબદાર છે તેના કારણે જ આ ખેલાડીઓ સારો દેખાવ કરી શકે છે. બ્રિટન, અમેરિકા અને ચીન જેવા દેશોએ જે રમતગમત નીતિ અપનાવી છે જે પ્રકારના બજેટની ફાળવણી કરી છે તેવી ફાળવણી શું ૧૩૮ કરોડની વસતિ ધરાવતો આપણો દેશ ન કરી શકે ? આપણે એવું નથી કહેતા કે સંરક્ષણ, આરોગ્ય વગેરે માટે બજેટમાં જે રકમની ફાળવણી થાય છે તેટલી ફાળવણી રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ માટે કરો પણ તેનાથી ચોથા ભાગનું બજેટ તો રમતગમત માટે ફાળવો. ભારતના બે નાના રાજ્યો પંજાબ અને હરિયાણા રમત-ગમત પોતાના બજેટમાં જેવી જાેગવાઈ કરી છે તેવી જાેગવાઈ અન્ય રાજ્યો ન કરી શકે ? વિજેતાઓ કે ભાગ લેનારાઓનું સન્માન આવકાર્ય અને પ્રશંસનિય છે. પરંતુ માત્ર તાળીઓ પાડવાથી કે પડાવવાથી આ હેતું સરવાનો નથી. ઓલિમ્પિકમાં પણ ભારતે ‘ટોપ ટેન’ માં સ્થાન મેળવવું હશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રમતજગત ને પ્રોત્સાહક નીતિ અપનાવવી પડશે. ખેલાડીઓને કે ઉગતા નવા ખેલાડીઓને આર્થિક મુશ્કેલી ન પડે તેનો ક્યાલ રાખતી નીતિ પણ તૈયાર કરવી પડશે.

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી