અમદાવાદ/ પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

અમદાવાદમાં એક પિતાએ પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મની જઘન્ય ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીની પત્નીએ આ ઘટના જોઈ. હવે કોર્ટે ગુનેગારને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

Ahmedabad Top Stories Gujarat
દુષ્કર્મ

Ahmedabad News: અમદાવાદમાં સંબંધોને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટે સોમવારે 41 વર્ષીય વ્યક્તિને 12 વર્ષની પુત્રી પર દુષ્કર્મ નો દોષી ઠેરવ્યા બાદ તેને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. જણાવી દઈએ કે રેપની ઘટના વર્ષ 2021માં બની હતી. સજાની જાહેરાત કરવાની સાથે સ્પેશિયલ જજ જે. કે. પ્રજાપતિએ સરકારને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ પીડિતને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.

સરકારી વકીલ ભરત પટણીએ કહ્યું કે “દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી, કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને તેને 20 વર્ષની જેલની સજા સંભળાવી.” તેમણે કહ્યું કે દોષિત વ્યક્તિ દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતો હતો. 28 જૂન, 2021 ના ​​રોજ, તેણે તેની પુત્રી સાથે તેના ઘરની ટેરેસ પર દુષ્કર્મ  કર્યું હતું. આરોપીની પત્નીએ આ ઘટના જોઈ. પટણીના જણાવ્યા મુજબ, દોષિતે આ શરમજનક ઘટના માટે તેની પત્નીની માફી પણ માંગી હતી અને પોલીસમાં ફરિયાદ ન કરવા વિનંતી કરી હતી.

કોર્ટે ફટકારી સજા

વધુ માહિતી આપતા પટણીએ જણાવ્યું કે આરોપીની પત્નીએ સમગ્ર ઘટના જોયા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી, પોલીસ એક્શનમાં આવી અને નારોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 376 (2) (એફ) (12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર), 506 (1) (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધી. અને પોક્સો એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે સુનાવણી દરમિયાન કુલ 18 સાક્ષીઓએ તેમની જુબાની આપી. તમામ સાક્ષીઓને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને તેને 20 વર્ષની જેલની સજા સંભળાવી.ન


whatsapp ad White Font big size 2 4 પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા