બનાસકાંઠા/ કાંકરેજ તાલુકાના ઉંબરી બનાસ નદીના પુલ પાસેથી અબોલ પશુ ભરીને જતાં બે જીપ ડાલા ઝડપી પાડતા ગૌ રક્ષકો

પાંજરાપોળ માં કામકરતા લોકો અથવા તો ખુદ પોતે સંચાલકો દ્વારા આવી હેરાફેરી કરતા હોય એવું લાગે છે ત્યારે તાત્કાલિક ધોરણે પશુઓ

Gujarat Others
Untitled 296 કાંકરેજ તાલુકાના ઉંબરી બનાસ નદીના પુલ પાસેથી અબોલ પશુ ભરીને જતાં બે જીપ ડાલા ઝડપી પાડતા ગૌ રક્ષકો

ખાનગી બાતમી મળતાં જ દાંતીવાડા. અને કાંકરેજ તાલુકાના ગૌ રક્ષકો દ્રારા તાત્કાલિક ધોરણે વોચ ગોઠવી દેવામાં આવી હતી ત્યારે દિયોદર તાલુકાના સેસણ થી પીકપ ડાલા બે હતાં ત્યારે એકમાં સાત તથા બીજા ડાલા માં આઠ એમ કુલ મળીને પંદર જેટલા અબોલ પશુઓની કતલખાને લઈ જવાતા પાડા ના જીવ ગૌ રક્ષકો એ બચાવ્યા હતા ત્યારે બે પાડા ને ટેગ મારેલ હોવાથી એ સાબિત થાય છે કે પાંજરાપોળ માં કામકરતા લોકો અથવા તો ખુદ પોતે સંચાલકો દ્વારા આવી હેરાફેરી કરતા હોય એવું લાગે છે ત્યારે તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસ ચારા ની વ્યવસ્થા કરી હતી અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને બંને પીકપ ડાલા ને પોલિસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા.

જ્યાં ગૌ રક્ષકો દ્રારા ટેગ મારેલ પાડા ના માલિકો સાથે ફોન પર વાત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેમાં એક કાંકરેજ તાલુકાના ભલગામ અને બીજો દિયોદર તાલુકાના ભેસાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું આમ ગૌ રક્ષકો માં મુખ્ય દાંતીવાડા ના હિમાલયભાઈ માલોસનિયા અને રાજુભા વાઘેલા. ભરતસિંહ ડાભી સહિત અન્ય ગૌ રક્ષકો એ પશુઓ ને કતલખાને લઈ જતાં બચાવાયા હતા ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર સામે પશુઓ માટે ઘાસ ચારા માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે પોલીસવડા દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બાર આવી શકે છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે.