Saurashtra Cricket Fever/ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવરઃ પણ વરસાદ નડી શકે

ઇન્દોરમાં રમાયેલી ત્રણ વન-ડે મેચની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરી હતી. હવે સીરિઝની ત્રીજી વન-ડે મેચ રાજકોટમા રમાશે.

Top Stories Gujarat
Mantavyanews 7 11 સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવરઃ પણ વરસાદ નડી શકે

રાજકોટઃ ઇન્દોરમાં રમાયેલી ત્રણ વન-ડે મેચની Saurashtra cricket Fever બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરી હતી. હવે સીરિઝની ત્રીજી વન-ડે મેચ રાજકોટમા રમાશે. રાજકોટમાં ત્રીજી વન-ડે માટે ભારતીય ક્રિકેટ ટીમનું આગમન થઈ ચૂક્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે. વન-ડે મેચને લઈને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર છવાયો છે. બુધવારના ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન-ડે રાજકોટમાં રમાશે.

આ મેચને લઈને બોર્ડની સાથે સ્થાનિક વહીવટીતંત્રએ  Saurashtra cricket Fever  તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાણ કરશે. અહીંયા વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને ખાસ પ્રેસિડનેન્શીયલ સ્યુટ રૂમ અપાશે. ખેલાડીઓને કાઠિયાવાડી હેરિટેજ થીમવાળા રૂમ અપાશે. તો કાઠિયાવાડી ભોજનની સાથોસાથ નાસ્તામાં પણ ખમણ, ઢોકળા, ફાફડા, વણેલા ગાંઠિયા અને જલેબી પીરસવામાં આવશે.

આ વખતે 17 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ Saurashtra cricket Fever શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટિકિટના દર 1500થી લઇ 10,000 સુધીના છે. રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અગાઉ 17 જાન્યુઆરી 2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 340 રન બનાવ્યા હતા. જેની સામે 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી.

 

આ પણ વાંચોઃ લત/ સુરત બન્યું ‘ડ્રગ એડિક્ટ’: 6.56 કરોડનું ડ્રગ્સ પકડાયું

આ પણ વાંચોઃ Statue Of Unity/ ગાંધીજયંતિ, દેવદિવાળી અને નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે

આ પણ વાંચોઃ Election Rally/ ‘મેં મોદીજીને પૂછ્યું કે અદાણી સાથે શું સંબંધ છે? મારું સભ્યપદ રદ કર્યું’: રાહુલ ગાંધી