Cricket/ પૂર્વ કેપ્ટન કપિલદેવને હોસ્પિટલમાંથી મળી રજા

ભારતીય ક્રિકેટ જગતના મહારથી પ્રથમ વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન કપિલ દેવને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  ગુરુવારે હાર્ટ એટેકની ફરિયાદ

Top Stories India Sports
akshardham 2 પૂર્વ કેપ્ટન કપિલદેવને હોસ્પિટલમાંથી મળી રજા

ભારતીય ક્રિકેટ જગતના મહારથી પ્રથમ વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન કપિલ દેવને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  ગુરુવારે હાર્ટ એટેકની ફરિયાદ બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 61 વર્ષિય કપિલ દેવે ઇમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરાવી છે.

#CoronaUpdate / શું ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે…? છેલ્લા 24 ક…

હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કપિલદેવને આજે (25 ઓક્ટોબર, રવિવારે) બપોર બાદ રજા આપવામાં આવી હતી. તે પહેલાથી જ સારી સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમની દૈનિક પ્રવૃત્તિ શરૂ કરી શકે છે. કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્માએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો.

નોધનીય છે કે, કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવની ગણના દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે. તેમને અંતિમ ઈન્ટરનેશનલ મેચ 1994માં રમી હતી. કપિલ દેવે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી હતી. તેમનું નામે ટેસ્ટમાં 5248 રન 434 વિકેટ છે. વન ડે ઈન્ટરનેશનલ કેરિયરમાં તેઓએ 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ પણ ઝડપી છે. તેઓએ પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડીઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

Ajab Gajab / ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, …

World / વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબ, કોરોના રોગચાળા થી આ સંખ્યા હજુ વધી શકે છે…..

ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ ઉપર બોલિવૂડમાં એક પિક્ચર પણ બની રહ્યું છે. જેમાં પ્રખ્યા એક્ટર રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. 1983ના વર્લ્ડ કપને ઈને ડાયરેક્ટર કબીર ખાન ’83’ ફિલ્મ બનાવી રહ્યા છે.

#Dashera / શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા ગાંધ…