Not Set/ અમેરિકા/ મહાભિયોગ તપાસનાં રિપોર્ટે ટ્રમ્પને ઠેરવ્યા દોશી, મુક્યા ગંભીર આક્ષેપો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગની તપાસનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. ટ્રમ્પની મહાભિયોગ તપાસનાં પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશનાં હિતો સાથે ચેડા કર્યા હતા અને પોતાના અંગત અને રાજકીય ઉદ્દેશ્ય પૂરા કરવા માટે તેમની ઓફિસ સત્તાઓનો દુરૂપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે બુધવારે સવારે જ્યુડિશિયલ કમિટી દ્વારા આ અહેવાલ […]

Top Stories World
images 79 અમેરિકા/ મહાભિયોગ તપાસનાં રિપોર્ટે ટ્રમ્પને ઠેરવ્યા દોશી, મુક્યા ગંભીર આક્ષેપો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગની તપાસનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. ટ્રમ્પની મહાભિયોગ તપાસનાં પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશનાં હિતો સાથે ચેડા કર્યા હતા અને પોતાના અંગત અને રાજકીય ઉદ્દેશ્ય પૂરા કરવા માટે તેમની ઓફિસ સત્તાઓનો દુરૂપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે બુધવારે સવારે જ્યુડિશિયલ કમિટી દ્વારા આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.

હાઉસ ડેમોક્રેટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હિતો માટે 2020 ની ચૂંટણી માટે યુક્રેનનો ટેકો લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હિતોને દેશનાં હિતથી ઉપર રાખ્યા હતા. આ અહેવાલમાં રાષ્ટ્રપતિનાં વર્તન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમણે અમેરિકાની સલામતી અને દેશની લોકશાહીને જોખમમાં મૂકી. પોતાની રિપોર્ટને ડેમોક્રેટે અન્ય કમિટીનાં ઉપર છોડ્યો છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનાં મબાભિયોગ ચલાવે કે નહી. જણાવી દઇએ કે આ અહેવાલ 300 પૃષ્ઠોનો છે. વળી આ અહેવાલને વ્હાઇટ હાઉસ દ્વારા નકારી કાઠવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસનાં પ્રવક્તાએ કહ્યું છે કે, આ એક તરફી અને ખોટી કાર્યવાહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના પુત્રની કંપનીનાં વિરુદ્ધ જો યુક્રેન પોતાના ત્યા તપાસ શરૂ કરવાની ઘોષણા કરે છે તો ડોનાલ્ડ ટ્રમ્પે તેમને લોભામણો પ્રસ્તાવ આપવાની વાત કહી હતી. એટલું જ નહીં, જો યુક્રેન ટ્રમ્પનાં ફરીથી ચૂંટણી પ્રચારમાં મદદ કરશે, તો યુક્રેનનાં રાષ્ટ્રપતિને પણ લશ્કરી મદદનું વચન આપવામાં આવ્યું હતું. આ દાવાની પુષ્ટિ ટ્રમ્પ અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ વચ્ચેના ફોન કોલ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.