Not Set/ લો બોલો!! રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સીટી-સ્કેન મશીન બંધ

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ આશિર્વાદરૂપ સાબિત થાય તે માટે અંદાજપત્રમાં 11 હજાર કરોડ કરતાં વધુ રકમની ફાળવણી વર્ષ 2021-22 માં કરી છે.

Gujarat Others
ગરમી 138 લો બોલો!! રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સીટી-સ્કેન મશીન બંધ

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ આશિર્વાદરૂપ સાબિત થાય તે માટે અંદાજપત્રમાં 11 હજાર કરોડ કરતાં વધુ રકમની ફાળવણી વર્ષ 2021-22 માં કરી છે. પરંતુ વહીવટીતંત્રની વિલંબનીતિનાં કારણે સરકારી હોસ્પિટલોમાં સીટીસ્કેન મશીન અને એનઆરઆઇ મશીન માત્ર શોભાનાં ગાંઠિયા સમાન પુરવાર થયા છે અથવા કેટલાંક જિલ્લામાં મશીન નહીં હોવાનો જવાબ વિધાનસભા ગૃહમાં પૂછાયેલાં પ્રશ્નનાં લેખિત ઉત્તરમાં આપવામાં આવ્યા છે.

કોરોના કહેર / વર્ષ 2021 માં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાથી 275 દર્દીઓનાં નોંધાયા મોત

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે 11 હજાર 323 કરોડનાં જંગી બજેટની ફાળવણી આ વર્ષ 2021-22 માં કરી છે. સરકાર લોકોનાં સ્વાસ્થ્ય સુખાકારી માટે ચિંતિત છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા આવતા દર્દીઓ માટે મુખ્ય આધાર છે. એવા સીટીસ્કેન મશીન દરેક જિલ્લામાં કાર્યરત હોવા જોઇએ. એના સ્થાને માત્ર 16 સીટીસ્કેન મશીન કાર્યરત છે. અને માત્ર 1 જ એમઆરઆઇ મશીન હોવાની વિગત ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ માહિતી જાહેર કરતાં વધુમાં જણાવાયુ છે કે, સરકારી હોસ્પિટલમાં બે વર્ષમાં માત્ર એક જ સીટીસ્કેન મશીન ખરીદવામાં આવ્યું છે. જ્યારે એમઆરઆઇ મશીનની ખરીદી કરવામાં આવી નથી.

Covid-19: અમદાવાદ બન્યુ કોરોનાનું ગઢ, શહેરમાં નવા 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો

ચોંકાવનારી વિગત એવી પણ જાહેર કરવામાં આવી છે કે, રાજ્યનાં 33 જિલ્લા પૈકી 20 જિલ્લામાં સીટીસ્કેન જ નથી. આ સ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં દર્દીઓને રિપોર્ટ મેળવવા માટે બહાર જવું પડે છે. પરિણામે દર્દીનાં સ્વાસ્થ્યને વધુ હાનિ પહોંચવાની સંભાવના રહે છે. તો બીજી બાજુ દર્દીનાં પરિવારનાં શિરે આર્થિક ભારણ પણ વધુ આવે છે. આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં સીટીસ્કેન મશીન અને એનઆરઆઇ મશીન શક્ય વહેલી તકે કાર્યાન્વિત કરવાની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ