Not Set/ છત્તિસગઢનાં મંત્રીનું વિચિત્ર નિવેદન, કહ્યુ મોદીજી રેલ્વેમાં કરાવી રહ્યા છે ચોરી

છત્તીસગઢ સ્કૂલનાં શિક્ષણ મંત્રી પ્રેમસાય સિંહ ટેકામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. છત્તીસગઢમાં કોરિયા જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા, પ્રેમસાય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચોરી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે, રાયપુરથી પેન્ડ્રા રોડ પર જતી વખતે અમરકંટક એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા […]

Top Stories India
premsai tekam છત્તિસગઢનાં મંત્રીનું વિચિત્ર નિવેદન, કહ્યુ મોદીજી રેલ્વેમાં કરાવી રહ્યા છે ચોરી

છત્તીસગઢ સ્કૂલનાં શિક્ષણ મંત્રી પ્રેમસાય સિંહ ટેકામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. છત્તીસગઢમાં કોરિયા જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા, પ્રેમસાય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચોરી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે, રાયપુરથી પેન્ડ્રા રોડ પર જતી વખતે અમરકંટક એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ ચાર કલાકની મુસાફરીમાં ચોરોએ મંત્રીની બેગ સાફ કરી દીધી હતી. જે બાદ ટેકામે પીએમ મોદી પર નારાજગી ઠાલવી હતી.

બેગની ચોરી થયા બાદ કેન્દ્ર સરકારનાં સૌ દિવસની સિધ્ધિ પર તંજ લેતા તેમણે કહ્યું, ‘મોદીજી રેલ્વેમાં ચોરી કરાવી રહ્યા છે અને મંત્રીઓની બેગ ચોરાઇ રહ્યા છે. આ તેમની સિદ્ધિ છે. મંત્રીની બેગ ચોરી થયા બાદ રેલ્વે વહીવટી તંત્રમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. રેલ્વે પોલીસ મંત્રીની બેગ શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી.

સુત્રોનાં જણાવ્યા મુજબ મંત્રીની થેલીમાં કેટલાક પૈસા અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. તે રેલ્વેનાં ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પ્રેમસાય ટેકામની બેગ ચોરી થઈ હતી. હાલમાં રેલવે પોલીસ બેગ શોધવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.