Not Set/ અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ “વિરલો”

ખાલી કાગળ પર પ્લાનીંગ કરી અને સબ સલામતનાં દાવા કરવા અને સબ સલામત હોવા છતા પણ સ્થળ પર જઇ જાતે સ્થિતિનો તાગ મેળવી સબ સલામત છે તે સાબિત કરવું બંને વાતમાં હાથી ઘોડાનું અંતર છે. વર્ષોથી આતંકી દોઝખ સમું સળગતુંં કાશ્મીર, ભારત સરકારનાં આટલા મોટા નિર્ણય પછી પણ શાંત છે તે બિલકુલ નવાઇની વાત છે. […]

Top Stories India
pjimage 3 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

ખાલી કાગળ પર પ્લાનીંગ કરી અને સબ સલામતનાં દાવા કરવા અને સબ સલામત હોવા છતા પણ સ્થળ પર જઇ જાતે સ્થિતિનો તાગ મેળવી સબ સલામત છે તે સાબિત કરવું બંને વાતમાં હાથી ઘોડાનું અંતર છે. વર્ષોથી આતંકી દોઝખ સમું સળગતુંં કાશ્મીર, ભારત સરકારનાં આટલા મોટા નિર્ણય પછી પણ શાંત છે તે બિલકુલ નવાઇની વાત છે.

ajit dobhal.jpg6 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

એવું તો બિલકુલ નથી કે નાની નાની વાતમાં પણ જે કાશ્મીરમાં પથ્થરબાજો સેના પર પથ્થરાવ કરવામાં સહેજ પણ ખચકાતા ન હતા, તે અચાનક સુઘરી ગયા છે, અને શાંતી રાખીને સરકારનાં આ આકરા અને ક્રાંતિકારી નિર્ણયને સ્વીકારી લીધો છે. કાશ્મીર આજે શાંત છે માટે કે આપણી પાસે આ વ્યક્તિ અને તેની કુનેહ ભરી રણનીતિ છે. આ વ્યક્તિની રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ફલક પર સફળા પૂર્વક પોતાનું કામ કરી બદાવવાની ગજબની કુનેહ છે.

ajit dobhal.jpg4 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

જી હા , બિલકુલ અહીં વાત કરવામા આવી રહી છે ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની. જે ફક્ત સલાહકાર નથી પણ સાચા આર્થમા રણનીતિ કાર છે તેવું કહેવું જરાપણ વધારે નહીં લાગે, કારણ, કારણ આપણી સામે છે. તે ફક્ત કાગળ પર પ્લાનીંગ નથી કરતા, પરંતુ તે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ફલક પર સફળા પૂર્વક પોતાનાં પ્લાનીંગનું અમલિકરણ પણ કરી બતાવે છે. અને પાછા એટલાથી સંતોષ નથી માની લેતા કે ખબર છે કે સબ સલામત છે. કાંઇ આવા સ્વભાવનાં અને પાતાનાં માં ગજબનો આત્મવિશ્વાસ ઘરાવતા અજીત ડોભાલે આ સાબિત પણ કરી બતાવ્યું છે.

ajit dobhal.jpg2 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

અજીત ડોભાલ હાલ કાશ્મીરમાં છે અને પોતે જાતે ત્યાં જઇને શોપિયા સેક્ટરમાં સબ સલામત છેની ખાતરી પણ કરી રહ્યા છે. ડોભાલે જાતે ત્યાં તૈનાત લશ્કરનાં જવાનો અને પોલીસનાં જવાનો સાથે વાત ચીત કરી સબ સલામત છેની પુષ્ટી કરવાની સાથે સાથે તમામનો જુસ્સો વધાર્યો હતો.ajit dobhal.PNG2 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

તો શોપિયા સેક્ટરમાં જાતે લોકો વચ્ચે જઇને તેમની સાથે વાત ચીત કરી ખરેખર સબ સલામત છેનાં દાવાને સાબિત પણ કર્યો હતો. NSA અજીત ડોભાલ દ્વારા શોપિયામાં લોકલ લોકો સાથે જમાવામાં પણ આવ્યું હતું. લોકો અને સરકાર વચ્ચે સેતુ બંઘ બાંધીને રાવણની લંકા સમા(હાલનાં) કાશ્મીર અને કાશ્મીરીઓને જીતવામાં ડોભાલની ભૂમીકા પણ પાયા રૂપ રહી છે.

ajit dobhal.PNG1 અત્યારે કાશ્મીરમાં શાંતી આ વ્યક્તિને આભારી છે, જાણીલો કોણ છે આ "વિરલો"

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.