દહેજ-હત્યા/ દહેજે વધુ એક યુવતીનો ભોગ લીધોઃ થરાદમાં સાસરિયાઓએ પરીણિતાની ગળુ દબાવી હત્યા કરી

રાજ્યમાં દહેજના ખપ્પરમાં વધુ એક મહિલાની હત્યા કરી દેવાઈ છે. આ હત્યા પણ પાછી યુવતીના સાસરિયાઓએ ભેગા થઈ કરી છે. મહિલાની સાસુ, વડસાસુ, દીયરોએ ભેગા થઈને તેનું ગળુ દબાવી હત્યા કરી છે.

Top Stories Gujarat
Dowry death દહેજે વધુ એક યુવતીનો ભોગ લીધોઃ થરાદમાં સાસરિયાઓએ પરીણિતાની ગળુ દબાવી હત્યા કરી
  • ભાઈના લગન બહેનના સાટાપ્રથામાં હતા
  • ભાઈને‌ પરણાવવા‌ માટે બહેને જીવ ગુમાવ્યો
  • પતિ સહિત છ ઉપર ફરિયાદ પંથકમાં ચકચાર
  • થરાદ તાલુકાના આતરોલ ગામમાં સાસરિયા પક્ષે પરણીતાનુ ગળું દબાવી હત્યા કરી અને પોતાનું પાપ છુપાવવા પરણીતાની લાશને ગામના તળાવમાં ફેંકી દીધી

રાજ્યમાં દહેજના ખપ્પરમાં વધુ એક મહિલાની હત્યા કરી દેવાઈ છે. Dowry Death આ હત્યા પણ પાછી યુવતીના સાસરિયાઓએ ભેગા થઈ કરી છે. મહિલાની સાસુ, વડસાસુ, દીયરોએ ભેગા થઈને તેનું ગળુ દબાવી હત્યા કરી છે. આ સાથે બે સંતાનોની માતા મોતને ભેટી છે. રાજસ્થાનના ગુંદાઉ ગામના બાબુલાલ નાઈ એ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા દીકરી સોરમબેન અને મારા દીકરા મદદ ના લગ્ન થરાદ તાલુકાના આતરોલ ગામે સાટા પ્રથામાં થયેલા હતા અને મારી દીકરી સોરમને બે સંતાન છે અને જેમાં મારા દીકરીના સાસરીયા પક્ષ વારંવાર માનસિક ત્રાસ આપતા હતા અને વારંવાર હેરાન કરતા હતા.

મારા દીકરા મદનના લગ્ન બાકી હતા અને તેના લગ્ન કરવા માટે Dowry Death મારી દીકરી પાસે તેના સાસરીયા પક્ષ વધારે દાગીના ની માગણી કરતા હતા તેમજ રોકડ રકમની માંગણી કરતા હતા તેમ જ બે વખત મારા દીકરાઓએ 20 20 હજાર રૂપિયા ફોન પે કરીને મોકલ્યા હતા તેમજ મારા દીકરાની વહુ માટે દાગીના પણ મેં ભારે કરાવ્યા હતા છતાં પણ મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા. મારા જમાઈ સુરત ખાતે નોકરી ધંધો કરતા હતા અને મારી દીકરી આતરોલ ગામે રહેતી હતી.

26 એપ્રિલના રોજ તેના સાસરીયા પક્ષે મારી દીકરીનુ ગળું દબાવી Dowry Death તેને મારી નાખી અને તેમનું હત્યાનું પાપ છુપાવવા માટે મારી દીકરીને ગામના તળાવમાં ફેંકી દીધી અને બીજા આજુબાજુના તાલુકામાં શોધખોળ ખરી તેમજ અમને શંકા જતા મારી દીકરીનો મેં પીએમ અર્થ થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જેમાં પીએમમાં ગળું દબાવાનું બહાર આવતા અમે થરાદ પોલીસ સ્ટેશનમાં આવી અને મારી દીકરીના સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં થરાદ પોલીસે 302 સહિત કલમો લગાવી અને તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

આ પણ વાંચોઃ Illegal Liquor/ વડોદરામાં સાવલીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પોલીસે ઝડપાયો

આ પણ વાંચોઃ અમદાવાદ/ વાડજ મેટ્રો સ્ટોપ પરનો સ્લેબનો ભાગ તૂટ્યો, લોકોમાં જોવા મળ્યો રોષ

આ પણ વાંચોઃ Modi-Bengluru Road Show/ બેંગલુરુમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગ, PM મોદીનો 26 કિલોમીટરનો મેગા રોડ શો