chotaudepur/ છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાંથી મળ્યા કાગડાઓના મૃતદેહો,નગરજનોમાં દુઃખની લાગણી

છોટાઉદેપુરમાંથી ચોકાવનારી વાત સામે આવી છે. તાજેતરમાં જ ત્યાંના સ્ટેશન વિસ્તારમાં કાગડાઓના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા

Gujarat Others
Dead bodies of crows found in the station area of ​​Chotaudepur, feelings of grief among the townspeople

છોટાઉદેપુરની એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે, છેલ્લા કેટલાક સમયથી માણસો જયારે હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે ત્યાં હવે છોટાઉદેપુરમાંથી ચોકાવનારી વાત સામે આવી છે. તાજેતરમાં જ ત્યાંના સ્ટેશન વિસ્તારમાં કાગડા ઓના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યાના સ્ટેશન વિસ્તરમાંથી કાગળના ઘણા બધા મૃતદેહો અચાનક મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચારી મચી ગઈ છે

ત્યાના CCTV કેમેરામાં તસ્વીરો કેદ થઈ છે જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે કાગડા ને ઉડવામાં મુશ્કેલી પડી રહી છે. અને અચાનક જ તે પડી જાય છે ત્યારબાદ ઘણા બધા પ્રયાસો છતાં તે ઉડવા માટે સક્ષમ નથી. આના પાછળ શું કારણ રહેલું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. આ આગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જ્યાં અચાનક જ કાગડાઓના મૃતદેહ મળી આવ્યા હતા.

કયા કારણોસર કાગડાઓના મોત થયા છે તે એક મોટો સવાલ છે. આ ઉપરાંત સવારે લોકોને ખ્યાલ આવતા વન વિભાગને તેની જાણકારી આપવામાં આવી હતી, ત્યાના સ્થાનિકો અને નગરજનોમાં આશ્ચર્ય સાથે દુખની લાગણી જોવા મળી હતી. આ મોત અચાનક કેમ થઇ રહ્યા છે તે હજુ પણ મોટો સવાલ છે.

આ પણ વાંચો:બનાસકાંઠા/પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:Heart Attack/ભાવનગરમાં ખેતી કામ કરતી 18 વર્ષીય સ્વસ્થ યુવતીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:અમદાવાદ/મારી સાથે સેક્સ કર, પાઇપની મદદથી હોટલના ચોથા માળે પહોંચેલા વ્યક્તિનું કૃત્ય

આ પણ વાંચો:ગીરસોમનાથ/વેરાવળમાં ઘરફોડ ચોરીના કુખ્યાત ચોર સામે LCBની લાલ આંખ, ઝડપી પાડી કર્યો ચોરીનો પર્દાફાશ

આ પણ વાંચો:Realty Notice/રહીરહીને જાગ્યાઃ માઇન કમિશ્નરે રિયલ્ટરો પાસેથી માટી,મુરમ ખનિજોનો હિસાબ માંગ્યો